ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને કોહલીનો એક હાથે કેચ પકડ્યો
ઈન્ડિયા હવે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું અજેય અભિયાન ચાલુ છે. રવિવારે ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું છે. રવિવારે, 250 રનના ટાર્ગેટને ચેઝ કરતી ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી. કેન વિલિયમ્સને સૌથી વધુ 81 રન બનાવ્યા.દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે માત્ર 249 રન જ બનાવી શકી. શ્રેયસ અય્યરે 79 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ લીધી. આ જીત સાથે, ભારત ગ્રૂપ-અમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે, જેનો અર્થ એ છે કે ભારતનો સેમિફાઈનલ મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે આ જ મેદાન પર થશે. જ્યારે, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ બીજા સેમિફાઈનલમાં રમશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (ઈંગઉ): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી. ન્યૂઝીલેન્ડ (ગણ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, કાયલ જેમીસન, મેટ હેનરી અને વિલિયમ ઓ’રોર્ક.
ભારતીય બોલરોએ કર્યો કમાલ, વરુણ ચક્રવર્તીએ ઝડપી પાંચ વિકેટે
ભારત તરફથી શ્રેયસ ઐય્યરે બેટિંગ સંભાળ્યા બાદ બોલિંગમાં વરૂણ ચક્રવર્તીએ પણ કમાલ કરી બતાવ્યો છે. વરુણે ન્યુઝીલેન્ડના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા છે. જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ અને હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી છે.