રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેની વોંગ સાથે સંરક્ષણ અને વિદેશ નીતિઓ અગં મંત્રણા કરશે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની મંત્રણા આજે નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં વ્યૂહાત્મક, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ચર્ચા થવાની અપેક્ષા છે. મંત્રણા પહેલા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ રવિવારે ભારત આવી પહોંચ્યા હતા.
- Advertisement -
2+2ની ચર્ચા
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર 20 નવેમ્બરે નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન, રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ અને વિદેશ મંત્રી પેની વોંગ સાથે બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 2+2 સંરક્ષણ અને વિદેશ મંત્રી સ્તરની મંત્રણા કરશે.
આવતીકાલે પણ મંત્રણા કરશે
આ ચર્ચાઓ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહકારને આગળ વધારવા માટે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેશે. જયશંકર અને ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી વોંગ 21 નવેમ્બરે 14મી વિદેશ મંત્રી સ્તરીય મંત્રણા પણ કરશે