ભારત અને પાકિસ્તાન 11-12 ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં 60 નોટિકલ માઇલના અંતરે અલગ-અલગ નૌકાદળ કવાયત કરશે.
ઓપરેશન સિંદૂર બાદ જાહેર થયેલ યુધ્ધ વિરામ પછી પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની નૌકાદળો અરબી સમુદ્રમાં બે દિવસ માટે અલગ-અલગ કવાયત કરવા જઈ રહી છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અરબી સમુદ્રમાં કવાયત કરશે.
- Advertisement -
બીજી તરફ, પાકિસ્તાની નૌકાદળે પણ તેના પાણીમાં કવાયત કરવા માટે એક નોટમ જારી કર્યું છે. મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા તંગ લશ્કરી ગતિરોધના થોડા મહિનાઓ પછી આ કવાયત ફરી શરૂ થઈ રહી છે.
સંરક્ષણ અધિકારીઓએ આ કવાયતો માટે બંને નૌકાદળો વચ્ચે કોઈ સીધો સંકલન હોવાનો સંકેત આપ્યો નથી. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અરબી સમુદ્ર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે આ એક સાથે કવાયતો અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતીય અને પાકિસ્તાની નૌકાદળો 11-12 ઓગસ્ટના રોજ એકબીજાના દરિયાઈ વિસ્તારો નજીક અલગ કવાયતો કરશે. આ માટે બંને સેનાઓ દ્વારા એરમેનને નોટિસ (NOTAM) જારી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય નૌકાદળ આ કવાયત ગુજરાતના પોરબંદર અને ઓખા કિનારે કરશે.
જ્યારે પાકિસ્તાન નૌકાદળનો દરિયાઈ કવાયત લગભગ 60 નોટિકલ માઇલના અંતરે થશે. એવું માનવામાં આવે છે કે ભારતીય નૌકાદળના કવાયતમાં યુદ્ધ જહાજો અને સંભવત: વિમાનો સાથે લાઇવ ફાયરિંગનો સમાવેશ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
- Advertisement -




