2025ના વિશ્વના સુરક્ષિત દેશોની યાદીમાં અમેરિકા 89મા ક્રમાંકે
ભારત 66મા અને પાકિસ્તાન 65મા ક્રમાંકે
- Advertisement -
વિશ્વની સૌથી મોટી ઑનલાઇન ડેટાબેઝ સર્બિયન એજન્સી નુમ્બિઓ દ્વારા જાહેર કરવામાં આવેલી 2025ના વિશ્વના સુરક્ષિત દેશોની યાદીમાં અમેરિકા 89મા ક્રમાંકે છે, જ્યારે ભારત 66મા અને પાકિસ્તાન 65મા ક્રમાંકે છે. આમ અમેરિકા કરતાં ભારત અને પાકિસ્તાન વધુ સુરક્ષિત છે. આ લિસ્ટ તૈયાર કરવા માટે દિવસે અને રાત્રે ચાલતી વખતે રહેવાસીઓ પોતાને કેટલા સલામત માને છે તથા લૂંટ, ચોરી, કારચોરી, અજાણ્યા લોકો દ્વારા થતા શારીરિક હુમલા, જાહેર સ્થળો પર હેરાનગતિ, રંગભેદ, વંશવાદ અને ધર્મના આધારે ભેદભાવ જેવાં પરિબળો પર આધાર રાખવામાં આવ્યો હતો.
આ સિવાય ઘરફોડી, સંપત્તિની તોડફોડ, હત્યા, જાતીય અત્યાચાર જેવા હિંસક ગુનાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સ્પેન અને ફ્રાન્સ વચ્ચે આવેલા એન્ડોરાએ સલામતીના પ્રભાવશાળી 84.7ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.
ટોચના 10 સૌથી સુરક્ષિત દેશો:
એન્ડોરા (84.7)
સંયુક્ત આરબ અમીરાત (84.5)
કતાર (84.2)
તાઇવાન (82.9)
ઓમાન (81.7)
આઇલ ઓફ મેન (79.0)
હોંગકોંગ (ચીન) (78.5)
આર્મેનિયા (77.9)
સિંગાપોર (77.4)
જાપાન (77.1)
વિશ્વના ટોચના સૌથી ખતરનાક દેશો:
વેનેઝુએલા
પાપુઆ ન્યુ ગિની
હૈતી
અફઘાનિસ્તાન
દક્ષિણ આફ્રિકા
હોન્ડુરાસ
ત્રિનિદાદ અને ટોબેગો
સીરિયા
જમૈકા
પેરુ
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે નમ્બિઓ દ્વારા પ્રદાન કરાયેલ ક્રાઇમ ઇન્ડેક્સ વપરાશકર્તા દ્વારા પ્રદાન કરાયેલ ડેટા અને ધારણાઓ પર આધારિત છે, જે સત્તાવાર સરકારી આંકડાઓથી અલગ હોઈ શકે છે,” તેઓએ લખ્યું. “આ ઇન્ડેક્સ વિવિધ શહેરો અથવા દેશોની સંબંધિત સલામતીનું મૂલ્યાંકન કરવા માટે તુલનાત્મક સાધન તરીકે કામ કરે છે, જે વ્યક્તિઓને જાણકાર નિર્ણયો લેવામાં અને ચોક્કસ સ્થળોએ ગુનાના લેન્ડસ્કેપને સમજવામાં મદદ કરે છે.
- Advertisement -