ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે. યુરોપમાં સુસ્તીની વચ્ચે ઘરેલૂ અર્થવ્યવસ્થાનો તેજ ગ્રોથથી ભારત ટોપ 5 ઈકોનોમીમાં સામેલ થઈ ગયું છે.
ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે. યુરોપમાં સુસ્તીની વચ્ચે ઘરેલૂ અર્થવ્યવસ્થાનો તેજ ગ્રોથથી ભારત ટોપ 5 ઈકોનોમીમાં સામેલ થઈ ગયું છે. સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતે બ્રિટેનની પછાડી દીધું છે અને બ્રિટેન હવે છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, અમેરિકી ડોલરમાં કરવામા આવેલી ગણતરી અનુસાર, ભારતે 2021ના અંતિમ ત્રિમાસિકમાં યુકેને પછાડી દીધું છે. તો વળી આઈએમએફના જીડીપી આંકડા અનુસાર, 2022ની પ્રથમ ત્રિમાસિક ભારતે લીડ કરી અને મજબૂત છે. અનુમાન અનુસાર, આ ગ્રોથની સાથે ભારત વાર્ષિક આધાર પર પણ ટૂંક સમયમાં દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
- Advertisement -
આઈએમએફ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અને માર્ચ ત્રિમાસિકના અંતમાં ડોલરના એક્સચેંજ રેટના આધાર પર બ્લૂમબર્ગે જાણકારી આપી છે અને નોમિનલ કૈશમાં ભારતીય અર્થવ્યવસ્થાની સાઈઝ 854.7 અબજ ડોલર હતી, આ સમયગાળામાં આ આધાર પર યુકેની અર્થવ્યવસ્થાનો આકાર 816 અબજ ડોલર હતો. અનુમાન લગાવામા આવી રહ્યુંછ ેક ે, આવનારા સમયમાં ભારત બ્રિટિશ ઈકોનોમીની સરખામણીમાં પોતાની લીડ અને મજબૂત કરશે. હકીકતમાં ભારત માટે ગ્રોથ અનુમાન 7 ટકા રાખવામા ંઆવ્યું છે, જે દુનિયામાં તમામ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી છે. તો વળી બીજી બાજૂ યુકેની અર્થવ્યવસ્થામાં સુસ્તીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે જોતા આઈએમએફે અનુમાન લગાવ્યું છે કે, વાર્ષિક આધાર પર ડોલર મૂલ્યમાં ભારત યુકેને પછાડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
20 વર્ષમાં 10 ગણો વધ્યો ભારતનો જીડીપી
વાર્ષિક આધાર પર ભારતની અર્થવ્યવસ્થા 3.17 લાખ કરોડ ડોલરની છે અને યુકે તેની પાછળ છે. યુકેનો જીડીપી હાલમાં 3.19 લાખ કરોડ ડોલર છે. 7 ટકાનો અનુમાનિત ગ્રોથની સાથે ભારતે આ વર્ષે યુકેને વાર્ષિક આધાર પર પણ પાછળ છોડવાની સંભાવના છે. હાલ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા છે, જે બાદ ચીન, જાપાન અને જર્મીનનું સ્થાન આવે છે. ભારતનો જીડીપી છેલ્લા 20 વર્ષમાં 10 ગણી રીતે વધ્યો છે.