ઈન્ડિયા એલાયન્સની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીતિશ કુમારે સંયોજક પદ લેવાનો ઈન્કાર કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સંયોજક પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું કે તેમને કોઈ પદ જોઈતું નથી.
JD(U) leader & Bihar CM Nitish Kumar rejects the post of convenor of INDIA alliance: Sources
- Advertisement -
(file photo) pic.twitter.com/QyYQywsxFK
— ANI (@ANI) January 13, 2024
- Advertisement -
લાંબા સમય બાદ ઈન્ડિયન એલાયન્સની બેઠક યોજાઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં નીતિશ કુમારને ઈન્ડિયા એલાયન્સના સંયોજક જાહેર કરી શકાયા હોત, પરંતુ એવું થયું નહીં. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ તેમણે પોતે જ ના પાડી દીધી હતી.
આવતીકાલથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકનો હેતુ ઘટક પક્ષો વચ્ચે વાતચીતના અભાવને ખતમ કરવાનો હતો. જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસે બેઠકમાં હાજર પક્ષોને આવતીકાલથી શરૂ થઈ રહેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માટે સહયોગ કરવાની અપીલ કરી છે.
INDIA bloc leaders attend virtual meeting, focus on seat-sharing agenda
Read @ANI Story | https://t.co/ZVVc2zwpyZ#INDIAbloc #LokSabhaElections2024 #Seatsharing pic.twitter.com/HWAxdlbDi0
— ANI Digital (@ani_digital) January 13, 2024
બેઠકમાં મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જોડાયા ન હતો
તમને જણાવી દઈએ કે આ બેઠકમાં મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જોડાયા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના કેટલાક કાર્યક્રમો પહેલાથી જ નિર્ધારિત હતા તેથી તેઓ હાજર રહ્યા ન હતા. પરંતુ આ બેઠકમાં નીતિશ કુમાર, લાલુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સ્ટાલિન સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.