હાલ વોશિંગ્ટનમાં રહેલા ભારતના વ્યાપારમંત્રીના ‘મૌન’ વચ્ચે જાહેરાત
અમેરિકી પ્રમુખની એક તરફી જાહેરાત : અમેરિકી કૃષિ ઉત્પાદનો માટે ભારતના દ્વાર ખોલવા પડશે : સંરક્ષણ ખરીદીમાં પણ રશિયાને છોડવાનું દબાણ : મોદી સરકારની કસોટી
- Advertisement -
કેનેડા-મેકસીકો-ચીન બાદ ટેરીફ મુદે ભારત તરફ તોપનુ નાળચુ ફેરવીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એક ટેલીવિઝન સંબોધનમાં ભારત એ અમેરિકી ઉત્પાદનો પર અત્યંત ભારે ટેરીફ લાદે છે અને કોઈ એક અમેરિકી ઉત્પાદન પણ ભારતમાં વેચવો મુશ્કેલ છે તેવા ચેતવણીભર્યા વિધાનો કર્યાના 24 ક્લાકમાં જ ભારતે અમેરિકાથી થતી આયાત પર ટેરીફ ઘટાડવા સંમતી આપી છે. ટ્રમ્પે અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધનમાંજ ભારત પર 100% સુધીના ટેરીફ 2 એપ્રિલથી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. બાદમાં હાલ વોશિંગ્ટન રહેલા ભારતના વ્યાપારમંત્રી પિયુષ ગોયલની અમેરિકાના વ્યાપાર વિભાગના ટોચના અધિકારીઓ સાથે વાતચીત બાદ ખુદ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે ભારત હવે અમેરિકી ઉત્પાદનો પરના ટેરીફ ઘટાડવા સંમત થયુ છે.
જો કે હજુ સુધી ભારતના વ્યાપાર મંત્રાલય કે હાલ અમેરિકામાં રહેલા વિદેશમંત્રી પિયુષ ગોયલ આ અંગે કોઈ જાહેરાત કે સંકેત આપ્યા નથી પણ ટ્રમ્પનું આ નિવેદન એ સમયે આવ્યુ જયારે અમેરિકાના વ્યાપાર મંત્રી હોવાર્ડ લુત્નીક એ ભારત સાથે કૃષિ સહિતના ઉત્પાદનોમાં મોટી સમજુતી કરવાનો સંકેત આપ્યા હતા. ભારત રશિયા પાસેથી સુરક્ષણ ઉત્પાદનો પણ ખરીદે નહી તેનો આગ્રહ રાખ્યો છે. અમેરિકી વ્યાપાર મંત્રીએ કહ્યું કે કોઈ એક બાદ એક ઉત્પાદનો જ નહી પણ એક મોટા કરાર અમેરિકા ઈચ્છે છે. પ્રમુખ ટ્રમ્પે અગાઉ જ તમો અમેરિકી કૃષી ઉત્પાદનો માટે તમારા દરવાજા બંધ રાખી શકો નહી.
જો કે ભારત ટેરીફ ઘટાડે તો બદલામાં અમેરિકા તરફથી શું મળશે તે અંગે હજું અનિશ્ચિત છે. અમેરિકાના વ્યાપારમંત્રીએ પણ ટ્રમ્પ સ્ટાઈલમાં ભારત એ સૌથી વધુ ટેરીફ લાદનાર દેશ બની ગયો છે અને ભારતે તે સ્થિતિ બદલવી પડશે. ભારત તેના કૃષી ક્ષેત્રને ‘બંધ’ રાખી શકે નહી તે ખોલવી જ પડશે.