મોદી સરકારની મોટી ઉપલબ્ધિ
કોરોના સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે મોદી સરકારે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. ભારતે પ્રથમ વખત 400 અબજ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યું છે.આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ભારતે પહેલીવાર 400 અરબ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હું આ સફળતા માટે અમારા ખેડૂતો, વણકર, એમએસ એમઈ, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપવા માંગુ છું.
આત્મનિર્ભર ભારત તરફની આપણી સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે તેની નિર્ધારિત સમયમર્યાદાના 9 દિવસ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. આંકડાઓ અનુસાર, ભારત દરરોજ એક અબજ ડોલરના માલની નિકાસ કરે છે, એટલે કે લગભગ 46 મિલિયનની કિંમતનો સામાન દરરોજ અન્ય દેશોમાં મોકલવામાં આવતો હતો.


