આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું, બોલર અર્શદીપ-અવેશ બાદ બેટ્સમેનોનું પણ જબરદસ્ત પ્રદર્શન
Odiમાં બનાવ્યા આ 5 મોટા રેકોર્ડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ઝ20ઈં સિરીઝ ડ્રો કરાવ્યા બાદ ઘઉઈં સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગઈકાલે સાઉથ આફ્રિકાને તેના જ ઘરઆંગણે 200 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. ટોસ જીતીને એડન માર્કરમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતે 100 બોલમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી વનડે મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રીકાને 8 વિકેટથી હરાવી દીધું. સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ જીતીને ભારતે ઘઉઈં સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની જીત સાથે કેટલાંક રેકોર્ડ પણ બન્યા હતા. ગઈકાલે રમાયેલી મેચમાં ભારતીય ટીમની કપ્તાની કે.એલ રાહુલના હાથોમાં હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ આ ભારતની સતત દસમી જીત હતી. આ ઉપરાંત ગઈકાલે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ પિંક જર્સીમાં ઉતરી હતી અને પિંક વનડે મેચમાં જીત નોંધાવનાર કે.એલ રાહુલ ભારતનો પહેલો કેપ્ટન બની ગયો છે.
અહીં સૌથી પહેલા ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને આવેશ ખાને જબરદસ્ત બેટિંગ કરી અને સાઈ સુદર્શન અને શ્રેયસ અય્યરે તોફાની બેટિંગ કરી. ડેબ્યૂ મેચમાં જ સાઈ સુદર્શન છવાઈ ગયા છે. આ મેચમાં દક્ષિણ આફ્રીકાએ પહેલા બેટિંગ કરતા 116 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમે 17મી ઓવરમાં જ ટાર્ગેટ મેળવી લીધો.
સાઉથ આફ્રિકા સામે ડેબ્યુ વનડેમાં ફિફ્ટી ફટકારનાર ચોથો ભારતીય બેટર સાઈ સુદર્શન
સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચમાં સાઈ સુદર્શનને ડેબ્યુ કરવાની તક મળી હતી. તેણે ડેબ્યુ મેચમાં કમાલ કરી હતી. તેણે અણનમ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તે ડેબ્યુ વનડે મેચમાં ફિફ્ટી ફટકારનાર 17મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સાથે જ ભારત માટે ચાર બેટ્સમેનોએ ઓપનર તરીકે ડેબ્યુ વનડે મેચમાં ફિફ્ટી ફટકારી છે.
ભારતીય ટીમની બીજી સૌથી મોટી જીત
ભારતીય ટીમે આ મેચમાં ચોથી સૌથી મોટી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાને 200 બોલ બાકી રહેતાં હરાવ્યું હતું, જે બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતીય ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષમાં કોલંબોમાં શ્રીલંકા સામે મળી હતી, જ્યારે ભારતે 263 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.