ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગિરનાર અને દાતાર પર્વતના શિખરો પર 77માં સ્વતંત્રતા પર્વની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી 15 ઓગસ્ટના દિવસે ઉપલા દાતારના પહાડોમાં આવેલ કોમી એકતાના પ્રતીક સમાન દાતાર બાપુની જગ્યાના મહંત ભીમબાપુના હસ્તે ધ્વજ વંદન કરીએં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને તેની સાથે નવ યુવાનો અને દાતાર ભક્તો જોડાઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી.
- Advertisement -
એજ રીતે ગિરનાર પર બિરાજમાન જગત જનનીમાં અંબાના મંદિર ખાતે યુવાનો દ્વારા માતાજી સનમુખ તિરંગો ફરકાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી સાથે મંદિરના પૂજારી સહીત ભાવિકો એ દેશની પ્રગતિ સાથે ઉનંતી કરે તેવા આશીર્વાદ માંગ્યા હતા આમ હજારો ફિટની ઊંચાઈએ સ્વતંત્રતા પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી.
ગિરનાર તળેટી સ્થિત આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુના હસ્તે આશ્રમના પરિસરમાં રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી અને પર્વમાં સહભાગી થવા અનેક સંતો, મહંતો તેમજ ધારાસભ્ય સંજય કોરડીયા ડે.મેયર ગિરીશ કોટેચા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી 15મી ઓગસ્ટની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ તકે ઇન્દ્રભારતી બાપુએ દેશને આઝાદી અપાવનાર વીર શહીદો અને વીર સપૂતોને યાદ કરીને દેશ આગામી વર્ષોમાં દુનિયાના મહાસત્તા પર બિરાજે તેવી શુભ કામના પાઠવી હતી.