વરસાદ વિલન ન બને તો ભારતની જીત નિશ્ચિત જણાઈ રહી છે: ભારતે પહેલી ઈનિંગમાં 438 રન બનાવ્યા બાદ વિન્ડિઝને 255 રનમાં તંબુ ભેગું કર્યું: બીજી ઈનિંગમાં ફટાફટ 181 રન બનાવી આપ્યો 365 રનનો કપરો લક્ષ્યાંક જેની સામે વિન્ડિઝે 76 રનમાં ગુમાવી બે વિકેટ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમાં ચાર દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. મુકાબલાના અંતિમ દિવસે મતલબ કે આજે ભારતને જીત માટે આઠ વિકેટ તો વિન્ડિઝ ટીમને 289 રનની જરૂર છે. એક સમયે ડ્રો તરફ જઈ રહેલી આ મેચને પોતાની તરફ લાવવા માટે ભારતે પૂરી તાકાત લગાવી દીધી હતી. મોહમ્મદ સીરાજે ચોથા દિવસની સવારે સનસનીખેજ પ્રદર્શન કરતાંવિન્ડિઝની બાકી બચેલી પાંચ વિકેટ માત્ર 7.4 ઓવરમાં જ ખેડવી નાખી હતી જેના કારણે ટીમ ઈન્ડિયાને પહેલી ઈનિંગમાં 183 રનની લીડ મળી છે.
- Advertisement -
પરંતુ વિન્ડિઝે ફોલોઑન બચાવવામાં સફળતા મેળવી હતી. આ પછી પોતાની બીજી ઈનિંગમાં ભારતે 181/2 ઉપર ડીકલેર કરી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશને ફિફટી બનાવી હતી. આ સાથે જ વિન્ડિઝ સામે 35 રનનો વિશાળ સ્કોર મુકી દેવાયો છે જેની સામે તેણે બે વિકેટે 76 રન જ બનાવ્યા છે.
ભારતીય બોલરોનું ઘાતક ફોર્મ અને વિન્ડિઝના બેટરોની લચર પ્રદર્શન જોતાં તેની હાર નિશ્ચિત છે પરંતુ અહીંનું હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. ચોથા દિવસે પણ ધીમી ધારે વરસાદ પડ્યે રાખતા રમત પ્રભાવિત થઈ હતી. ટેક્નીકલી રીતે જોવામાં આવે તો પાંચમા અને અંતિમ દિવસે 98 ઓવરની રમત રમાશે આવામાં વિન્ડિઝ ઈચ્છશે કે વરસાદ પડતો રહે અને સમય બરબાદ થઈ જાય.
ચોથા દિવસે વિન્ડિઝની બે ઈનિંગ જોવા મળી ગઈ જેમાં પહેલાં ભારતે તેને આઉટ કર્યું અને પછી ખુદ 181 રન બનાવીને 35 રનનો લક્ષ્યાંક આપીને વિન્ડિઝને બીજી વખત બેટિંગ માટે બોલાવી લીધી હતી. રમતના અંત સુધીમાં વિન્ડિઝનો સ્કોર 76/2 હતો. તેગનારાયણ ચંદ્રપોલ (24 રન) અને જર્મન બ્લેકવૂડ (20 રન) ક્રિઝ પર અડીખમ હતા. કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને કિર્ક મેકેન્ઝી બન્નેને અશ્વિને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
- Advertisement -
‘યારા તેરી યારી કો…’ બેટ પર પંતનું નામ લખાવીને ઈશાન કિશને તેની જ સ્ટાઈલમાં ફટકારી ફિફટી
ઈશાન કિશન અને ઋષભ પંત ભારતીય ક્રિકેટના બે ઉભરતા સીતારા છેજે અન્ડર-19થી પોતાની ચમક બતાવી રહ્યા છે. દરમિયાન વિન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ઈશાનને ટેસ્ટ કેપ મળી છે જેની બીજી ઈનિંગમાં તેણે તોફાની બેટિંગ કરતાં 33 બોલમાં જ પોતાની ફિફટી પૂર્ણ કરી દીધી હતી. સળંગ બે છગ્ગા લગાવીને ઈશાન આ મુકામ સુધી પહોંચ્યો હતો.
Hey Rishabh Pant – Ishan Kishan thanks you 😊#TeamIndia | #WIvIND | @RishabhPant17 | @ishankishan51 | @windiescricket pic.twitter.com/hH6WxxJskz
— BCCI (@BCCI) July 24, 2023
ખાસ વાત એ રહી કે આ ફિફટી તેણે ઋષભ પંતના બેટથી જ મારી અને એક હાથથી બે છગ્ગા લગાવીને પંતની યાદ પણ અપાવી દીધી હતી. ફિફટી બનાવ્યા બાદ ઈશાન કિશને એક ખાસ વાતચીતમાં પંતને થેન્ક યૂ પણ કહ્યું હતું. બીસીસીઆઈના ટવીટર હેન્ડલ પર એક પોસ્ટ અપલોડ કરવામાં આવી છે.