વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં અણનમ 166 રન બનાવ્યા હતા અને આ કોહલીની 46મી ODI સદી હતી. આ ઇનિંગના કારણે વિરાટે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકાને 317 રને હરાવ્યું છે. ODI ઈતિહાસમાં આ સૌથી મોટી જીત ગણાવામાં આવે છે. ભારતે 317 રનથી શ્રીલંકાને હરાવી શ્રેણી 3-0થી જીતી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા એ શ્રીલંકાને 391 રનના ટાર્ગેટનો આપ્યો હતો જે સામે શ્રીલંકાની ટીમ 73 રનમાં સમેટાઈ ગઈ હતી.
- Advertisement -
2️⃣8️⃣3️⃣ runs in three matches with a top-score of 1️⃣6️⃣6️⃣* 👌👌
Congratulations to @imVkohli on winning the Player of the Series award 👏👏
Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2#INDvSL | @mastercardindia pic.twitter.com/WIlPU9sJYp
- Advertisement -
— BCCI (@BCCI) January 15, 2023
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કહોલી જબરજસ્ત ફોર્મમાં છે અને શ્રીલંકા સામેની રવિવારે ત્રીજી વનડે મેચમાં ફરી એકવાર તોફાની બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં અણનમ 166 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની આ 46મી ODI સદી હતી. આ ઇનિંગના કારણે વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ બનાવ્યા. જો જોવામાં આવે તો વિરાટ કોહલીએ ત્રણ મેચની સિરીઝમાં કુલ 283 રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો
– ગઈકાલની મેચમાં ઘરઆંગણે વિરાટ કોહલીની આ 21મી ODI સદી હતી એનએ એ સાથે જ કોહલી ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. જણાવી દઈએ કે આ વાતમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને ભારતીય ધરતી પર કુલ 20 ODI સદી ફટકારી છે.
Triumphant series win. 🇮🇳🏆 pic.twitter.com/M0znse1IDe
— Virat Kohli (@imVkohli) January 15, 2023
– આ સાથે જ વિરાટ કોહલીએ શ્રીલંકા ટીમ સામે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. જણાવી દઈએ કે કોહલીએ વનડેમાં શ્રીલંકા સામે 10 સદી ફટકારી છે અને આ ફોર્મેટના ઈતિહાસમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પણ 9 સદી ફટકારી છે, જ્યારે તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે એટલી જ સદી ફટકારી છે. પ્રથમ વનડેમાં સદી ફટકારવાની સાથે કોહલીએ શ્રીલંકા સામે સૌથી વધુ સદી ફટકારવાનો સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
– સદી સાથે વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. હવે તે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં નંબરે પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ પોતાની શતકીય ઇનિંગમાં મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ અત્યાર સુધી વન-ડેમાં 46, ટેસ્ટમાં 27 અને T20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી ફટકારી છે.