આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સીરિઝની બીજી મેચ આજે સાંજે રમાશે. ભારતીય ટીમના જીતના દાવા મજબૂત છે.
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સીરિઝની બીજી મેચ આજે સાંજે 08:30 વાગ્યે રમાશે. પહેલી મેચ વરસાદને કારણે ડ્રો થઈ હતી, જેથી બંને ટીમ જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.
- Advertisement -
આ T20 સીરિઝ સાઉથ આફ્રિકામાં રમાઈ રહી છે, પરંતુ ભારતીય ટીમના જીતના દાવા મજબૂત છે. છેલ્લા 8 વર્ષમાં સાઉથ આફ્રિકાની ટીમ T20 સીરિઝમાં એકપણ વાર ભારતીય ટીમને હરાવી શકી નથી. સાઉથ આફ્રિકાએ વર્ષ 2015માં T20 સીરિઝમાં ભારતને 2-0થી હરાવ્યું હતું.
T20 સીરિઝમાં ભારતનો દબદબો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 8 T20 સીરિઝ રમાઈ છે, જેમાંથી 2 સીરિઝ ડ્રો રહી છે અને ભારતે 4 સીરિઝમાં જીત મેળવી છે અને સાઉથ આફ્રિકાએ 2 સીરિઝમાં જીત મેળવી છે.
સાઉથ આફ્રિકામાં 4 T20 સીરિઝ રમાઈ ચૂકી છે
સાઉથ આફ્રિકામાં રમવામાં આવેલ 4 T20 સીરિઝમાં ભારતે સાઉથ આફ્રિકાને 3 વાર હરાવ્યું છે. સાઉથ આફ્રિકાએ ઘરેલુ મેદાન પર ભારતને એક સીરિઝમાં જ મ્હાત આપી છે.
- Advertisement -
ઓવરઓલ રેકોર્ડ (IND vs AUS, T20 સીરિઝ)
2006- સાઉથ આફ્રિકામાં 1 મેચની T20 સીરિઝ રમાઈ, આ સીરિઝમાં ભારતની જીત
2011- સાઉથ આફ્રિકામાં 1 મેચની T20 સીરિઝ રમાઈ, આ સીરિઝમાં ભારતની જીત
2012- સાઉથ આફ્રિકામાં 1 મેચની T20 સીરિઝ રમાઈ, આ સીરિઝમાં સાઉથ આફ્રિકાની જીત
2015- ભારતમાં 2 મેચની T20 સીરિઝ રમાઈ, આ સીરિઝમાં સાઉથ આફ્રિકાની 2-0થી જીત
2018- સાઉથ આફ્રિકામાં 3 મેચની T20 સીરિઝ રમાઈ, આ સીરિઝમાં ભારતની 2-1થી જીત
2019- ભારતમાં 2 મેચની T20 સીરિઝ રમાઈ, સીરિઝ 1-1થી ડ્રો રહી
2022- ભારતમાં 5 મેચની T20 સીરિઝ રમાઈ, સીરિઝ 2-2થી બરાબર પર રહી
2022- ભારતમાં રમાયેલ T20 સીરિઝમાં ભારતે સાઉથ આફ્રિકાને 2-1થી હરાવ્યું