ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક રહી, બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 106 રનથી હરાવીને ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
2જી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 106 રનથી હરાવી ને ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આજે આ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય સ્પિનરો ઈંગ્લેન્ડના પ્રખ્યાત ‘બેઝબોલ’ પર હાવી રહ્યા હતા.
- Advertisement -
CASTLED! ⚡️⚡️
Jasprit Bumrah wraps things up in Vizag as #TeamIndia win the 2nd Test and level the series 1⃣-1⃣#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/KHcIvhMGtD
— BCCI (@BCCI) February 5, 2024
- Advertisement -
આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક રહી હતી. વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ચોથા દિવસે એટલે કે આજે ઈંગ્લેન્ડને જીતવા માટે 332 રન બનાવવાના હતા અને તેની સામે ભારતને નવ વિકેટની જરૂર હતી. શુભમન ગિલની સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
A terrific Test match comes to an end in Vizag with #TeamIndia completing a 106-run win 👏👏
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/GSQJFN6n3A
— BCCI (@BCCI) February 5, 2024
આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને તેની પ્રથમ ઇનિંગમાં 253 રનમાં આઉટ કરી 143 રનની લીડ મેળવી હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 253 રનમાં આઉટ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેણે 45 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તેના સિવાય કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી.