ખાનગી સ્કૂલોમા શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર એસઓપી બનાવે : રોહિતસિંહ રાજપૂત
સરકાર તમામ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત કરાવે: ઉઊઘને કોંગ્રેસની રજુઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટની સ્કૂલોમાં અવારનવાર વિદ્યાર્થીઓનુ યૌનશોષણ,શારીરિક અડપલા,સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય,માનસિક ત્રાસ,બેહરમીથી માર મારવાના બનાવો દિવસેને દિવસે વધતા જોવા મળે એ સમાજ માટે ચિંતાનો વિષય છે. આજે જ રાજકોટની સરસ્વતી સ્કૂલમાં સ્કૂલના આચાર્ય દ્વારા ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલાંનો કિસ્સાઓ ખુબ જ ગંભીર તો છે પરંતુ સમાજને અને વાલીઓ માટે ખુબ ચિંતાનો વિષય પણ છે.ખાસ કરીને આવા કિસ્સાઓ મોટા ભાગે ખાનગી સ્કૂલોમા જ જોવા મળતા હોય જેમની પાછળનું કારણ એ છે અહી બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો લાયકાત વગરના અને કોઈ પણ ટ્રેનિંગ સર્ટી વગર જ સસ્તા પગાર અર્થે સીઘી ભરતી કરી લેતા હોય છે જે શિક્ષકોને બાળકોને શિક્ષણનું સરખુ અધ્યન પણ કરી શકતા નથી,બાળકો સાથેનુ કઈ રીતે વર્તન કે વ્યવહાર કરવુ એ અંદાજ નથી હોતો જેના કારણે આવા કિસ્સાઓ સમાજમા વધે તેવુ સ્પષ્ટ કહી તો ખોટુ નથી.
- Advertisement -
ખાનગી સ્કૂલોમા શિક્ષકોની ભરતીને લઇ રાજ્યસરકાર એક ચોક્કસ એસઓપી બનાવે જેમા ભરતી કરનાર શિક્ષકની શૈક્ષણિક લાયકાતની સાથો સાથ સરકાર દ્વારા રાખવામાં આવેલ આ શિક્ષક માટે પ્રમાણિક લાયકાતની પરીક્ષા પાસ કરવાનો નિયમ બનાવવો જોઈએ .દર વર્ષે આ ’ટીચીંગ એલિજીબલીટી એકઝામ’ યોજવી જોઈએ જે પરીક્ષામાં બાળકોને શિક્ષણનુ અધ્યાપનની સાથે બાળકોને કેળવણી અને સંસ્કારની બાબતો,બાળકો સાથે વર્તન,કૌશલ્ય જેવા તમામ પાસાઓને આવરીને આ પરીક્ષા પાસ કરેલ વ્યક્તિ જ કોઈ પણ ખાનગી સ્કૂલમાં શિક્ષક માટે એલિજિબલ ગણાશે તેવો નિયમ બનાવવામાં આવે તો રાજ્યમાં શિક્ષણનુ સ્તર ઉંચુ આવવાની સાથે આવા કિસ્સાઓનું પ્રમાણ ચોક્કસ ઘટશે.
બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી 60% થી વધુ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા હોતા નથી ત્યારે આ ગંભીર મુદ્દે રાજ્ય સરકાર અને સ્થાનિક શિક્ષણતંત્ર ફરજીયાત અમલીકરણ કરાવવા માટે તમામ સ્કૂલોને આદેશ આપવામાં આવે કે એક્ધદરે ખૂણે સીસીટીવી કેમેરા તાકીદે ગોઠવે. કોઈ પણ સ્કુલમા આવા કોઈ કિસ્સાઓ સામે આવતા ત્યારે પોલીસ ફરિયાદ બાદ પણ આરોપી જે પુરાવાના અભાવે છૂટી જતા હોય તેમા પણ સીસીટીવી મદદરૂૂપ બની શકે છે.