ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાને કારણે 35 લોકોના મોત થયા, કુલ સક્રિય કેસ વધીને 1,19,457 થયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાને કારણે 35 લોકોના મોત થયા છે. આ સાથે સક્રિય કેસ પણ વધીને 1,19,457 થઈ ગયા છે. જ્યારે સકારાત્મકતા દર વધીને 4.32% થઈ ગયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. આ તરફ આજે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવતાં આરોગ્ય તંત્રમમાં દોડધામ મચી ગઈ છે.
- Advertisement -
ભારતમાં અત્યાર સુધી કોરોનાના 4,35,66,739 કેસ નોંધાયા
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,35,66,739 કેસ નોંધાયા છે. સૌથી વધુ ચેપગ્રસ્ત 5 રાજ્યોની વાત કરીએ તો, કેરળમાં 4,113, મહારાષ્ટ્રમાં 3,142, તમિલનાડુમાં 2,743, બંગાળમાં 2,352 અને કર્ણાટકમાં 1,127 કેસ જોવા મળ્યા છે. આ 5 રાજ્યોમાં દેશના કુલ કેસમાંથી 71.19% કેસ મળી આવ્યા છે. એકલા કેરળમાં 21.73% કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,305 લોકોના મોત થયા છે. રિકવરી રેટ વધીને 98.52% થઈ ગયો છે.
#COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours.
- Advertisement -
Active cases 1,19,457
Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L
— ANI (@ANI) July 7, 2022
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું
ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 665 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે 536 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3724 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે. ત્યારે આજે ફરી ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.