જૂનાગઢ મનપાનો જળ સંગ્રહમાં દેશમાં ત્રીજો નંબર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જળ સંગ્રહમાં સમગ્ર દેશમાં જૂનાગઢ મનપાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે રેઇન વોટર હાર્વેસ્ટિંગએ વરસાદી પાણીને વહી જતુ અટકાવી ભૂગર્ભ જળમાં વધારો કરી તેનો સંગ્રહ કરવા માટેની એક પદ્ધી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત છતથી પમ્પ સુધી અભિયાનમાં 660 જેટલા બોરને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધામાં આવરી લીધા છે.
- Advertisement -
જૂનાગઢ શહેરના વરસાદના આંકડાઓ પ્રમાણે દર વર્ષે અંદાજિત પાંચ કરોડ લીટર પાણી આ 660 બોરવેલ મારફત રિચાર્જ થવાથી જૂનાગઢ શહેરના ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થયેલ છે. તેમજ આ યોજના અંતર્ગત હજુ બીજા રેઇડ વોટર હાર્વેસ્ટિંગ યુનિટ લગાડવાની કામગીરી પ્રગિતમાં છે જે બદલ ભારત સરકારના જળ શક્તિ મંત્રલાય હેઠળના જળ સંચય જન ભાગીદારી એવોર્ડની શ્રેણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાએ દેશભરમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. વરસાદી પાણીને સંગ્રહિત કરી ભૂગર્ભ જળનું સ્તરવધારનાર સમગ્ર ગુજરાતની એક માત્ર મહાનગરપાલિકા હોવાનુ ગૌરવ પણ જૂનાગઢને પ્રાપ્ત થયુ છે. આ કામગીરી મહાનગરપાલિકાના કમિશનર અને વહિવટદાર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાની ટીમે કરી હતી જેને વૈશ્ર્વિક લેવલે સફળતા મળી છે.