મૌલાનાની સમખીયારી ગુનામાં ધરપકડ થશે
રિમાન્ડ દરમિયાન મૌલાનાના ટ્રસ્ટના બેંક એકાઉન્ટની તપાસ
- Advertisement -
ભડકાઉ ભાષણ મામલે મૌલાનાની મુશ્કેલી વધશે?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગત 31 જાન્યુ.ના રોજ નાશા મુક્તિ કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરી દ્વારા જાહેરમાં ભડકાવ ભાષણ બાદ આયોજક મહંમદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરા અને મૌલાના સલમાન અઝહરી ઉપર ભડકાવ ભાષણનો ગુનો બી.ડીવીઝન પોલીસમાં નોંધાયા બાદ મૌલાનાની મુંબઈ થી ધરપકડ કરવામાં આવી હતી અને બંને આયોજક અને મૌલાનાને જૂનાગઢ કોર્ટમાં રજુ કરતા સરકારી વકીલ અને બચાવપક્ષના વકીલ વચ્ચે લંબાણપૂર્વક દલીલ ચાલી હતી જેમાં મૌલાના સહીત બંને આયોજકોના એક દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાની અટક કરવામાં આવી હતી. પોલીસે જુદી જુદી કલમ ઉમેરી કાર્યવાહી કરી હતી. મૌલાના સામે કલમ 153 (બી), 505 (બે), 188 અને 144ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે રિમાન્ડ બાદ મૌલાના સામે 447, 465 અને 471ની કલમનો ઉમેરો કર્યો છે. મૌલાના સામે ગુનાહીત પ્રવેશ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા અને દસ્તાવેજને સાચા બતાવવાની કલમો ઉમેરવામાં આવી છે. જેના કારણે મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢ પોલીસ દ્વારા એક દિવસના રિમાન્ડ દરમિયાન ભડકાવ ભાષણ મામલે ઈરાદો શું હતો તેની સાથે મૌલાના સલમાન અઝહરીના ટ્રસ્ટના બેંક એકાઉન્ટની પણ તપાસ થશે ત્યારે પોલીસ દ્વારા આવા અનેક વિગતો મેળવી આજે જયારે સાંજે રિમાન્ડ પૂર્ણ થાયે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવશે ત્યારે રિમાન્ડ પૂર્ણ થાયે હવે શું તેના પર સૌ કોઈની મીટ મંડાણી છે.અને બીજી તરફ ભડકાવ ભાષણ મામલે કચ્છના સામખીયારીમાં પણ ભડકાવ ભાષણનો ગુનો નોંધાયો છે.
- Advertisement -
ગુજરાતમાં મૌલાના સલમાન અઝહરે તા.31 જાન્યુઆરીના એકજ દિવસે બે કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં જૂનાગઢ બાદ કચ્છ જિલ્લાના સામખીયારી કાર્યક્રમમાં પણ ભડકાવ ભાષણ આપવાનો વિડિઓ વાઇરલ થતા પોલીસે સામખીયારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.ત્યારે આજે સાંજે કોર્ટના રિમાન્ડ પૂર્ણ બાદ કોર્ટનો નિર્ણય શું આવે છે.તેના પર લોકોની ઉતેજના છે.બીજી તરફ સામખીયારીમાં ભડકાવ ભાષણનો ગુનામાં કચ્છ પોલીસ રિમાન્ડ બાદ સાંજે ધરપકડ કરે તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે મૌલાના સલમાન અઝહરીની મુસાબિતમાં વધારો થશે તેવું જોવા મળી રહ્યું છે.
ધાર્મિક કાર્યક્રમ માટે મંજુરી આપી નથી: શાળા પ્રિન્સિપાલ
જૂનાગઢ નરસિંહ વિદ્યા મંદિરના પ્રીન્સીપાલે ડીવાયએસપીને પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે, નરસિંહ વિદ્યા મંદિર શાળાના મેદાનમાં એક ધાર્મિક સભા યોજાઇ હોય તેવુ જાણવા મળ્યુ છે પરંતુ શાળાના મેદાનની મંજૂરી શાળા દ્વારા આપવામાં આવી નથી.