ખેતરમાંથી વીજ વાયરોની ચોરીથી ખેડૂતોને નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
મુળી તાલુકાના ગોદાવરી, કુકડા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો આતંક વધ્યો છે. ખેડૂતોના ખેતરમાં રાત્રે વીજ લાઈનના કેબલ અને વીજ વાયર ચોરી જવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. આ મામલે ખેડૂતો દ્વારા અનેક વખત તંત્રને ફરિયાદ કરી હોવા છતાં, પોલીસ દ્વારા ગુનાની નોંધ કર્યા વિના માત્ર અરજી લઈને સંતોષ માનવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. વાયર ચોરીના કારણે ખેડૂતોના મોટર અને સિંચાઈની વ્યવસ્થામાં અવરોધ ઉભો થતો હોવાથી વાવેતર કરેલ પાક પર સીધી અસર થઈ રહી છે. એક પાકની સમસ્યા વચ્ચે હવે વાયર ચોરીના બનાવોથી ખેડૂતોને મોટાપાયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



