ખાદ્ય મોંઘવારી વધવાનું એક કારણ છે ગરમી, આ ઋતુમાં જલ્દી ખરાબ થતી વસ્તુઓના ભાવ વધ્યા અને હજુ પણ વધશે
ખાદ્ય પદાર્થોની કિંમતોમાં થઈ રહેલ સતત વધારાથી એપ્રિલ મહિના દરમ્યાન જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો છે. આંકડા અનુસાર એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર વધીને 7.74 ટકા થઈ ગયો. જે માર્ચમાં 6.88 ટકા હતો. આ ચાર મહિનાનાં ઉચ્ચ સ્તરે છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી 7.07 અને જાન્યુઆરીમાં 6.91 ટકા પર હતી.
- Advertisement -
થાળીમાંથી ગાયબ થયા શાકભાજી:
વાણીજય મંત્રાલય તરફથી મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શાકભાજીનો મોંઘવારી દર 23.60 ટકા રહ્યો. જે માર્ચમાં 19.52 ટકા હતો. સૌથી વધુ બટેટા-ડુંગળીની કિંમતોમાં વધારો થયો છે. બટેટાનો મોંઘવારી દર માર્ચમાં 52.96 ટકા હતો જે એપ્રિલમાં વધીને 71.97 ટકા થઈ ગયો હતો. ડૂંગળીનો મોંઘવારી દર ત્રણ વધીને 59.75 ટકા રહ્યો હતો.જે માર્ચમાં 56.99 ટકા હતો.
અનેક વસ્તુઓ સસ્તી તેમ છતાં મોંઘવારી વધી:
આંકડા અનુસાર જથ્થાબંધ મોંઘવારી સુચકઆંકમાં સામેલ 17 વસ્તુઓમાંથી 11 વસ્તુઓનાં દામ ઘટયા છે. તેમ છતાં તેની જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો છે તેનું કારણ વીજળી, કાચુ પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ, ખાદ્ય, ઉત્પાદન નિર્માણ અને અન્ય નિર્માણ ક્ષેત્રનાં ઉત્પાદનોનાં દામ વધ્યાનું જણાવાયું છે.
શું કહે છે વિશેષજ્ઞો:
ઈફ્રાની મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે ખાદ્ય મોંઘવારીની દિશા નકકી કરવામાં હવામાન એક કારક છે.ગરમીની શરૂઆતની સાથે સાથે જલદી ખરાબ થતી વસ્તુઓની કિંમતો વધી છે. આવતા બે મહિનામાં ખાદ્ય મોંઘવારી વધશે.
- Advertisement -