કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે માત્ર મુસ્લિમ સમુદાયની વસ્તીમાં વધારો અને અન્ય સમુદાયોની સંખ્યામાં ઘટાડો એ ગંભીર મુદ્દો છે. દેશની જનતાએ આ અંગે વિચારવું પડશે.
તેમણે કહ્યું કે, આમાં ગેરકાયદેસર ઈમિગ્રેશન અને ધર્માંતરણની શું ભૂમિકા છે? શું મુસ્લિમ સમુદાયની વસ્તી વૃદ્ધિ તેમને અન્ય લઘુમતીઓ જેમ કે ખ્રિસ્તીઓ, શીખો, જૈનોને મળતા લાભોથી વંચિત કરી રહી છે? આવા અનેક પ્રશ્નો ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.
- Advertisement -
વોટ્સએપ યુનિવર્સિટી રિપોર્ટઃ ઓવૈસી
હૈદરાબાદ : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પીએમની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટને વોટ્સએપ યુનિવર્સિટીનો રિપોર્ટ ગણાવ્યો છે. હિંદુ વસ્તીના ઘટતા હિસ્સા વિશે પૂછવામાં આવતા ઓવૈસીએ કહ્યું કે, તમે મને રિપોર્ટ મોકલો પછી હું જવાબ આપીશ કે આ કોનો રિપોર્ટ છે. આ અહેવાલ કોણે બનાવ્યો?
ગણતરી કર્યા વિના વસ્તી કેવી રીતે નક્કી કરવી: તેજસ્વી
પટના : બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ગુરુવારે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના અહેવાલ પર શંકા વ્યક્ત કરી અને પૂછ્યું કે કેન્દ્રએ વસ્તી ગણતરી કર્યા વિના હિન્દુ-મુસ્લિમ વસ્તી અહેવાલ કેવી રીતે તૈયાર કર્યો. EAC-PM રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમ વસ્તીમાં વધારો થયો છે, જ્યારે હિંદુ વસ્તીની ટકાવારીમાં ઘટાડો થયો છે.