-એપ્રિલમાં નાની બચત પરના વ્યાજદર પણ વધશે તેવા સંકેત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વ્યાજદરમાં વધારો કરતા ધિરાણ મોંઘુ બન્યું તેની સાથે બેન્કોને બાંધી મુદતના વ્યાજદરમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. બેન્કો પાસે આગામી સમયમાં ધિરાણ માંગ વધશે અને તેથી તે માટે પર્યાપ્ત લીકવીડીટી જાળવી રાખવા માટે બેન્કો બાંધી મુદત ઉપરાંત રીકરીંગ ડિપોઝીટના વ્યાજદર પણ વધારી રહી છે.
- Advertisement -
તો હવે આગામી એપ્રિલ માસમાં પોષ્ટઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પણ વધારો થશે. સરકારે મહિલાઓ માટે 7.5%નો વ્યાજદર ઓફર કરતી રૂા.2 લાખ સુધીના વનટાઈમ ઈન્વેસ્ટમેન્ટની યોજના અમલમાં મુકવાની જાહેરાત કરી છે તો બેન્કોએ હવે તેની સાથે પણ સ્પર્ધા કરવી પડશે અને તેથી બેન્કોએ હવે થાપણો અને રીકરીંગ પરના વ્યાજદર વધાર્યા છે.
હજું ડિસેમ્બરમાં આરબીઆઈએ રેપોરેટ- 25 બેઝીક પોઈન્ટ વધારતા બેન્કોએ જાન્યુઆરી માસમાં જ વ્યાજદર વધાર્યા હતા. હવે ફરી રેપોરેટ વધ્યા છે અને બેન્કોએ અગાઉ આરબીઆઈ હવે વ્યાજદર વધારશે નહી તે ગણતરીએ તેના થાપણદરોમાં થોડો વધારો કર્યો હતો પણ હવે સારા ચોમાસા બાદ બેન્કોની પાસે ધિરાણ માંગ વધશે તે જોતા ખાનગી સહિતની બેન્કો તેના વ્યાજદરમાં 5.75%થી 6.10% સુધીના બેઝીક દર ઓફર કરી રહી છે અને તેઓ લાંબાગાળાની સીનીયર સીટીઝન વિ.ને થોડું વધુ વ્યાજ ઓફર કરે છે.