શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા સામે રાજકોટ મહાપાલિકાની કામગીરી
રાજકોટમાં મોનસૂન પછી રોગચાળાના જોખમ સામે આરોગ્ય વિભાગ સાવચેત : લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં મોનસૂનની શરૂઆત સાથે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળાના જોખમને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને માર્ગદર્શિકા આપવામાં આવી છે. 23 જૂનથી 29 જૂન 2025 વચ્ચે આરોગ્ય વિભાગે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની અટક માટે વિવિધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમયગાળામાં કુલ 418 ક્લોરીન ટેસ્ટ કરાયા. શહેરવાસીઓને આગ્રહપૂર્વક જણાવવામાં આવ્યું છે કે પીવાનું પાણી ઓછામાં ઓછું 20 મિનિટ ઉકાળીને અથવા ક્લોરીન ટેબ્લેટ દ્રારા શુદ્ધ કરીને ઉપયોગમાં લેવું. ટાંકી-કૂવા જેવી જગ્યાઓમાં નિયમિત ટીસીએલ પાવડરથી ક્લોરીનેશન કરવાની સલાહ આપવામાં આવી છે. વાસી ખોરાક, ઉઘાડા પદાર્થોનો ટાળવો, દૂધ ઉકાળીને પીવું અને ગંદકી ન ફેલાવવી – આવી સલાહો પણ આપવામાં આવી છે.
- Advertisement -
મચ્છરોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગે 37,014 ઘરોમાં પોરાનાશક દવાઓનો છંટકાવ કર્યો, અને 341 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ. વધુ લોકો ભેગા થાય છે તેવા વિસ્તારોમાં પણ વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીનથી છંટકાવ કરાયો. શહેરના વિવિધ 753 કોમર્શિયલ પ્રીમાઇસીસમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 267 કેસમાં નોટિસ અને ₹14,800 નો દંડ વસુલ કરવામાં આવ્યો. રહેણાક મકાનોમાં પણ 68 મચ્છર ઉત્પતિના કેસ સામે કાર્યવાહી કરાઈ હતી.
અથોરિટી તરફથી જાહેર જનતાને રોગચાળા સામે સહયોગ આપવા અપીલ કરાઈ છે કે, જો ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાની લક્ષણો જોવા મળે તો તરત ઘછજ પીવડાવવો અને નજીકના સરકારી દવાખાનામાં સંપર્ક કરવો. ક્લોરીન ટેબ્લેટની જરૂર હોય તો નિકટના શહેરી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.
અઠવાડિક રોગોના આંકડા (23-29 જૂન 2005)
રોગ કેસની સંખ્યા વર્ષ 2025માં કુલ કેસ
મેલેરિયા 2 8
ડેન્ગ્યુ 1 19
ચિકુનગુનિયા 0 5
અન્ય રોગોના આંકડા
રોગ અઠવાડિક કેસ વર્ષ 2025માં કુલ
શરદી-ઉધરસ 642 18,738
સામાન્ય તાવ 958 18,836
ઝાડા-ઉલટી 229 4,823
ટાઈફોઈડ 2 55
કમળો 3 73
મરડો 0 0
કોલેરા 0 0