ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
આધાર અને પાનકાર્ડ લીંક નહીં કરાવનારા કરદાતાઓને આવકવેરા ખાતાએ મહત્વની રાહત આપી છે. 30 જુન 2023 સુધીમાં આ બન્ને કાર્ડ લીંક કરાવવાની મુદત આપવામાં આવી હતી. લીંક પ્રક્રિયા નહિં કરનારા કરદાતાના પાનકાર્ડ ઈન-ઓપરેટીવ કરી દેવાયા હતા. ટીડીએસ કે ટીસીએસ કપાતનાં વ્યવહારોમાં ઉંચા ટેકસ કપાતની જોગવાઈ કરવામાં આવી હતી.
- Advertisement -
પાનકાર્ડ ઈન-ઓપરેટીવ હોય તેવા કિસ્સામાં કરદાતાને ડબલ ટીડીએસ ચુકવવાની સ્થિતિ સર્જાઈ હતી. કરદાતાનાં પાનકાર્ડ ઈન-ઓપરેટીવ હોવા વિશે ટીડીએસ કે ટીસીએસ કપાત કરનારા વાકેફ ન હોવાથી તેઓ મુળ 10 ટકાના દરે જ કપાત કરતા રહ્યા હતા.પરીણામે ઈન્કમટેકસે પેનલ્ટી ફટકારતા ઉહાપોહ સર્જાયો હતો. આ મામલો સરકારમાં પહોંચ્યો હતો જેને પગલે રાહત જાહેર કરવામાં આવી છે. પાનકાર્ડ ઈન-ઓપરેટીવ હોવાથી અજાણ ટીડીએસ કપાત કરનારાઓ પર કોઈ પેનલ્ટીની જવાબદારી નહીં રહે.
અલબત માર્ચ સુધીમાં જ વ્યવહારોમાં આ છૂટ આપવામાં આવી છે.ટીડીએસ કે ટીસીએસની કપાત કરતા હજારો વ્યવહારોમાં મોટી રાહત છે.