જૂનાગઢ મહાશિવરાત્રિ મેળો એસટીને ફળ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મહાશિવરાત્રી મેળાના પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભવનાથ મેળા સુધી સતત મીની બસ દોડવવામાં આવી હતી. તેની સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ યાત્રાધામો તેમજ અન્ય જિલ્લામાં સિઘ્ધી એસટીની બસો દોડાવી હતી. જેનો લાખો મુસાફરોએ લાભ લેતા એસટીની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
- Advertisement -
જૂનાગઢ એસટીના ડિવીઝનલ ક્ધટ્રોલર બી.એમ. રાવલે જણાવ્યું હતું કે, મહા શિવરાત્રિ મેળાને લઈને જૂનાગઢ તેમજ તેમના 9 ડેપો દ્વારા વધારાની એસટી બસ દોડાવાઈ હતી.આમાં કુલ 998 વાહનોની 6,003 ટ્રિપ કરાઈ હતી. આ બસ સેવાનો 2,79,485 સરેરાશ મુસાફર દિઠ એસટીને 52.28 રૂપિયાની આવક થઈ છે. જ્યારે કિલોમિટર દિઠ આવકની ગણતરી કરીએ તો જૂનાગઢ સીટીમાં 253 વાહનોની 3,456 ટ્રીપ કરાઈ હતી. આ ટ્રીપ દરમિયાન 26,968 કિમીના સંચાલનમાં 32,46,697ની આવક થઈ હતી.આ આવક કિમી દિઠ આવકમાં સૌથી વધારે 120.39 રૂપિયાની રહેવા પામી હતી. જ્યારે મુસાફર દિઠ આવકની ગણતરી કરીએ તો કુલ 1,39,404 મુસાફરો થકી 32,46,697ની આવક થઇ હોયમુસાફરો દિઠ એસટીને 23.28 રૂપિયાની આવક થવા પામી છે. આમ જૂનાગઢ એસટીને મહા શિવરાત્રિનું પર્વ ફળ્યુ હતુ.