ટેકો મળે કે નહીં વેચી નાખોની નીતિ સાથે ખેડૂતોએ જણસી વહેંચવા અધિરા…
રોજના મગફળી કપાસના 500થી વધુ વાહન લાઈન રોજ હરરાજી કરી નિકાલ, યાર્ડમાં અંદાજે 17 હજાર મણ મગફળી, 20 હજાર મણ કપાસની આવક અન્ય જણસી સહિત 40 હજાર મણથી વધનિી આવક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
ટેકો મળે કે નહીં વેચી નાખોની નીતિ સાથે ખેડૂતોએ જણસી વહેંચવા અધિરા બન્યા છે. હળવદ માર્કેટીંગ યાર્ડમાં મગફળી-કપાસ સહિત અન્ય જણસી 40 હજાર મણથી વધુની આવક થાય છે. ત્યારે ખેડૂતોઓ નું કહેવું છે કે સારી મગફળીના ઉંચા ભાવ પણ ટેકાના ભાવ સુધી ન પહોંચ્યા, માવઠાનો માર સહન કર્યા બાદ હવે બે ત્રણ દિવસથી કમોસમી વરસાદની વિદાય થતા જ ખેડૂતો લીધેલા કરજ ચૂકવવા અને લગ્નગાળાની સીઝનના ખર્ચને પહોંચી વળવા ઘરમાં સાચવી રાખેલ કપાસ, મગફળી, સહિતની અન્ય જણસી વેચવા અધીરા બન્યા છે, યાર્ડમાં સતત ત્રણ દિવસ થી હજારો મણ જણસીની આવક થઇ હતી,
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ જણાવ્યા મુજબ યાર્ડમાં અંદાજે 600 થી વધુ વાહનોની આવક થઈ હતી. જેમાં અંદાજીત 17 હજાર મણ મગફળી,20 હજાર મણ કપાસ..સહીતની અન્ય જણસી 40 હજાર મણથી વધુની આવકો થય હતી. બીજી તરફ યાર્ડમાં ખેડૂતોને કપાસના રૂ.1350થી 1550 પ્રતિમણ, મગફળીના રૂ.900થી રૂ.1200 પ્રતિમણ સુધીના ભાવ મળ્યા હતા.
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ એ ખેડૂત જોગ સંદેશ આપ્યો હતો કે મગફળી લીલી હોય તો બે ત્રણ દિવસ સુકવીને લાવવાનો આગ્રહ રાખીએ, જ્યારે વેપારી જોગ સંદેશ પાઠવ્યો હતો કે ખેડૂત મિત્રોના હિતને ધ્યાન લઈને મોટું મન રાખીને વધુમાં વધુ મગફળીની ખરીદી થાય એવું આયોજન કરવા અપીલ કરી હતી..
જ્યારે ખેડૂત એ જણાવ્યું હતું કે હળવદ યાર્ડમાં ખેડૂતોને સારામાં સારી મગફળીના પણ ટેકાના રૂ.1452 સુધીના ભાવ મળતા નથી ત્યારે આગામી તા.9મીથી સરકારે દરેક ખેડૂત પાસેથી 125 મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરતા હવે યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.મગફળીના રૂ.900થી રૂ.1250 પ્રતિમણભાવ મળી રહ્યા છે.



