10 કિલોના ઉંચા ભાવ 1375 સુધી, નીચા ભાવ 625 રૂપિયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
કેસર કેરીનું હબ ગણાતા તાલાલા ગીરમાં ગત 1 મેથી કેરીની સીઝનનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે 5760 બોક્ષ કેરીની આવક થઈ હતી જ્યારે બીજા દિવસે 5600 બોક્ષ, ત્રીજા દિવસે 5780,ચોથા દિવસે 5420 અને પાંચમાં દિવસે 6140 બોક્ષ કેરીની આવક જોવા મળી હતી અને આ દિવસે ભાવની વાત કરીએ તો 10 કિલોના ઉંચા 1375 જ્યારે સરેરાશ 1000 અને નીચા 625 રૂપિયા બોલાયા હતા આગામી દિવસોમાં હવે કેરીની આવકમાં વધારો જોવા મળશે.
જો કે ભાવ પણ સારા મળે તેવી આશા કેરીઉત્પાદકો રાખી રહ્યાં છે.જ્યારે તાલાલા બાદ વંથલી,કેશોદ પંથકમાંથી કેરીની આવક શરૂ થશે.હાલ અથાણા માટેની કેરી પણ બજારમાં જોવા મળી રહી છે અને પ્રતિકીલો 100 ના ભાવે વેચાણ થઈ રહ્યું છે.