મધ્યમ વર્ગ અર્થતંત્રને આકાશે પહોંચાડશે
છેલ્લા 11 વર્ષમાં પ્રાઇવેટ ક્ધઝમ્પશન ડબલ : 2.1 લાખ કરોડ ડોલરે પહોંચ્યું : 2026 સુધીમાં વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બનશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
દેશમાં પ્રાઈવેટ ક્ધઝપ્શન 2024માં વધીને 2.1 લાખ કરોડ ડોલર થયું છે, જે 2013માં 1 લાખ કરોડ ડોલર કરતાં ડબલ થઈ ગયું છે. વાર્ષિક 7.2 ટકાના ઈઅૠછથી વધતું આ માર્કેટ 2026 સુધીમાં વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટુ ક્ધઝ્યુમર માર્કેટ બનશે. ડેલોઈ ઈન્ડિયાએ રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે મળીને રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ભારતનું પ્રાઈવેટ ક્ધઝક્શન હાલમાં અમેરિકા, ચીન અને જર્મની પછી ચોથા ક્રમ પર છે. 2026 સુધીમાં તે ત્રીજા ક્રમ પર આવી જશે.
ડેમોગ્રાફિક ડિવિડન્ડનો તેને ફાયદો મળશે જેને કારણે તે જર્મનીને પાછળ રાખી દેશે. 2013-23ના એક દાયકામાં ભારતનું ક્ધઝક્શન વાર્ષિક 7.2 ટકાના ચક્રવૃદ્ધિદરે વધ્યું છે, જે ચીન, અમેરિકા, અને જર્મની કરતાં વધારે ઝડપી વધ્યું છે.
રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં ભારતમાં 10,000 ડોલરથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા ઓલમોસ્ટ ત્રણ ગણી થશે તેવો અંદાજ છે. 2024માં આ સંખ્યા 6 કરોડથી વધીને 2030 સુધીમાં 16.5 કરોડ થઈ જશે. તે દર્શાવે છે કે દેશમાં મધ્યમ વર્ગની સંખ્યામાં ખાસ્સો વધારો થશે અને પરિણામે ડિસ્ક્રીશનરી સ્પેન્ડિંગ વધશે. પ્રીમિયમાઈઝેશનમાં વધારો, ક્ધઝ્યુમરની પસંદગીમાં ફેરફાર, ક્વોલિટી પ્રોડક્ટ્સની વધતી માંગ, સાનુકૂળતા, વગેરે પરિબળોને કારણે ક્ધઝક્શનમાં વધારો જોવા મળશે. જનરેશન ઝેડ અને મિલેનિયલ્સ કુલ વસતીમાં 52 ટકા છે જે આ પરિવર્તનમાં ફેરફારના ચાલકબળ છે.
- Advertisement -
વર્ષ 2030 સુધીમાં ભારતની માથાદીઠ આવક વધીને 4000 ડોલર થશે તેવો અંદાજ છે જે અનેક સેક્ટરમાં નવા અવસરો ઊભા કરશે. એફોર્ડેબિલિટી વધશે, સાનુકૂળતા વધશે અને સસ્ટેનેબિલિટી વધશે અને બીજી તરફ ડેટા અને ટેકનોલોજી ક્ષેત્રે પણ વૃદ્ધિ જોવાશે, જે પર્સનલાઈઝ્ડ એક્સપીરિયન્સ વધારશે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ના સીઈઓ કુમાર રાજગોપાલને કહ્યું હતું કે, દેશમાં લોકોની વધતી આવક, ડિજિટલ એડોપ્શન અને ક્ધઝ્યુમર પ્રેફરન્સમાં આવી રહેલા પરિવર્તનને કારણે ડિસ્ક્રીશનરી સ્પેન્ડિંગ ગ્રોથના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ઓર્ગેનાઈઝ્ડ રિટેલ અને ન્યૂ કોમર્સ મોડેલનો વ્યાપ વધી રહ્યો છે જેને કારણે ગ્રોથ અને ઈનોવેશન માટે વ્યાપક અવસરો ઊભા થશે. ઓર્ગેનાઈઝ્ડ રિટેલ વાર્ષિક 10 ટકા ઈઅૠછથી વૃદ્ધિ કરી રહ્યું છે અને 2030 સુધીમોં તે 230 અબજ ડોલર પર પહોંચશે તેવો અંદાજ છે.