ગરમીમાં ઠંડક આપતી કેસર કેરીની આવકમાં વધારો
10 કિલો બોક્સના 800થી 1200: સારા ફળના 3000 સુધી ભાવ
રોજબરોજ યાર્ડમાં કેરીના બોક્સની આવક વધતી જોવા મળી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
- Advertisement -
જૂનાગઢ સહીત સોરઠ પંથક અને ખાસ ગીર વિસ્તરાની વિશ્વ વિખ્યાત કેસર કેરીની અવાક શરુ થઇ ગઈ છે જેમાં જૂનાગઢ ફુર્ટ માર્કેટમાં રોજબરોજ કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે 10 હજાર જેટલા બોક્સની અવાક જોવા મળી રહી છે જયારે 10 કિલો કેસર કેરીના ભાવ 800 થી 1200 સુધી હરરાજી જોવા મળી રહી તેમજ સારી અને દાણા પડેલ મોટા ફળ હોઈ તો રૂ.3000 સુધી ભાવ મળી રહ્યા છે જોકે આ વર્ષે કેસર કેરી વાતાવરણને લીધે અવાક થોડી મોડી શરુ થઇ છે અને બીજી તરફ ખેડૂતોના મતે કેરીના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે.
હાલ તો 10 બોક્સ થી શરુ થયેલ કેસર કેરી 8 થી 10 હજાર બોક્સ સુધી અવાક શરુ થતા હવે લોકો કેસર કેરીનો સ્વાદ માણી શકાશે જેમાં પણ હજુ ખુબ સારી ખાવા લાઈક કેસર કેરી માટે મેં મહિના સુધીમાં જોવા મળશે. ગીરની વિશ્ર્વ વિખ્યાત કેસ કેરીનું નામ પડતા જ લોકોના મોંમા પાણી આવી જાય છે. ત્યારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ફ્રુટ બજારમાં કેસર કેરીની આવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા એક બે મહિનાથી ઋતુમાં વાતાવરણની ફેરબદલના લીધે કેસર કેરીનું ઉત્પાદન થોડુ મોડુ થયુ છે જેમાં એપ્રીલની શરૂઆતથી કેસર કેરીની આવક ધીમી જોવા મળી હતી.
ત્યારે હવે એપ્રીલના એન્ડ સુધીમાં કેસર કેરીના 10 કેરી બોકસની આવક આજથી 8 થી 10 હજાર સુધી પહોંચી ગઇ છે ત્યારે ગરમીમાં ઠંડક આપતી કેસર કેરીની આવકમાં વધારો થતા કેસર કેરી ખાનારા લોકો માટે સારા સમાચાર છે અને હજુ મે મહિનાની શરૂઆતથી કેસર કેરીની આવક બમણી થશે. તેમ વેપારીઓ માની રહ્યા છે. હાલ યાર્ડમાં કેસર કેરીના ભાવ જોઇએ તો 10 કિલો બોકસના 800 થી 1200 રૂપિયા સુધી હરરાજી થઇ રહી છે. જયારે કેસર કેરીના સારા ફળ અને દાણા પડેલ ફળના ભાવ 3 હજાર સુધી જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ વધુ સારી કેસર કેરીનું આગમન મે મહિનામાં જોવા મળશે. તેમ ખેડૂતો જણાવી રહ્યા છે પણ કેસર કેરીના સ્વાદ રસીકો ઉંચા ભાવ હોવા છતાં કેસર કેરીની ખરીદી કરીને કેરીનો સ્વાદ માણી રહ્યા છે.
- Advertisement -
જૂનાગઢ યાર્ડની ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક સાસણ ગીર, મેંદરડા તેમજ તાલાલા પંથકમાંથી આવક શરૂ થઇ છે. આગામી દિવસોમાં જેમ કેરીની આવકમાં વધારો થશે તેમ ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી છે. જયારે કેસર કેરી સીવાય વલસાડ અને મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીની આવક પણ જોવા મળી રહી છે. જ્યારે તાલાલા માર્કેટીંગ યાર્ડ કેસર કેરીનું હબ માનવામાં આવે છે ત્યારે તાલાલા યાર્ડમાં આગામી 1 મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે તેમ જાણવા મળી રહ્યુ છે. જયારે તાલાલા સહિત યાર્ડોમાં કેસર કેરીની આવક શરૂ થશે ત્યાર બાદ ભાવમાં ઘટાડો જોવા મળશે. જો કે, આ વર્ષે મિશ્ર ઋતુના લીધે કેરીની બાગોમાં જે રીતનું ફ્લાવરીંગ થવુ જોઇએ તેટલુ થયુ નથી અને અનિયમિત વાતાવરણના લીધે કેસર કેરી મોડી તો આવી છે તેની સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.