એચડીએફસી, એલઆઈસી, બજાજ ફાયનાન્સ અને ભારતી એરટેલને પાછળ રાખી અદાણી ગ્રુપની કંપનીની માર્કેટકેપ 4.4 લાખ કરોડ પર પહોંચી
એક તરફ અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી વિશ્વના નંબર 3 ધનવાન બની ગયા છે તો સાથોસાથ અદાણી ગ્રુપની ફલેગશીપ કંપની અદાણી ટ્રાન્સમિશન પણ ભારતની સૌથી મૂલ્યવાન 10 કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે.
- Advertisement -
ગૌતમ અદાણી ગ્રુપની પાવર ટ્રાન્સમિશન કંપની આ યાદીમાં આઠમા ક્રમે છે અને આજે કંપનીનું માર્કેટ કેપ 4.4 લાખ કરોડએ પહોંચી ગયું છે. અદાણી ટ્રાન્સમિશને આ સાથે હાઉસીંગ ફાયનાન્સ કંપની એચડીએફસી કે જેનું માર્કેટ કેપ 4.31 લાખ કરોડ છે તે ઉપરાંત સરકારી ઇન્સ્યોરન્સ જાયન્ટ કે જેનું માર્કેટ કેપ 4.27 લાખ કરોડ છે તેમાં નોન બેન્કીંગ ફાયનાન્સ કંપની બજાજ ફાયનાન્સ જેનું માર્કેટ કેપ 4.33 લાખ કરોડ છે તેને તથા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલ જેનું માર્કેટ કેપ 4.12 લાખ કરોડ છે
તેને ટોપ-10માં પાછળ રાખી દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 10 ટકાનો વધારો થયો છે. જ્યારે અન્ય તમામ એચડીએફસી, એલઆઈસી, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલના શેરના ભાવમાં 1 થી 2 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટ્રાન્સમિશન એ દેશની સૌથી મોટી ખાનગી વીજ ટ્રાન્સમિશન કંપની છે જે દેશમાં 18,795 સરકીટ કિલોમીટરની રેન્જના પાવર ટ્રાન્સમિશન ધરાવે છે. આ ઉપરાંત તે મુંબઈ અને મુંદ્રા સેઝમાં 1.20 કરોડ ગ્રાહકોને વીજળી પણ પૂરી પાડે છે.