BAPSને સૌથી વધુ ફંડ મળ્યું : દેશભરમાં આશરે 30 હજાર NGO વિદેશથી ભંડોળ મેળવવા પાત્ર
ખાસ-ખબર સંવાદદાતા
દેશના જુદા જુદા એન.જી.ઓ.ને વિદેશથી મોટી રકમનું ફંડ મળી રહ્યું છે. ગૠઘને મળતાં વિદેશી ફંડિગની ચર્ચાઓ વચ્ચે 500માંથી માત્ર અમદાવાદમાં 134થી વધુ સંગઠનોએ વર્ષ 2021-22ના ચોથા કવાર્ટરના રિટર્ન ફાઈલ કર્યા છે અને દેશમાં આ રીતે રિટર્ન ફાઈલ કરનારા સંગઠનોમાં ગુજરાતના 10 સંગઠનોને સૌથી વધુ વિદેશી ફંડ મળતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં અમદાવાદની બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (ઇઅઙજ)ને સૌથી વધુ રૂ.26 કરોડનું વિદેશી ફંડ મળ્યું છે.
- Advertisement -
ઇઅઙજ વર્ષે 100 કરોડથી વધુ વિદેશી ફંડ મેળવતા 500થી વધુ સંગઠનોમાં સ્થાન ધરાવે છે. જે બાદમાં એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ, ગણપત યુનિવર્સિટી, શ્રી કચ્છ લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, યુવા અનસ્ટોપેબલ, મુન્શી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી નારાયણ મંદિર ટ્રસ્ટ, સેવા ભારત, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મહિલા સેવા ટ્રસ્ટનો સમાવેશ થાય છે.ધ ફોરેન કન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન એક્ટ-2010 હેઠળ નોંધાયેલા ચેરિટેબલ સંગઠનોને વિદેશી ભંડોળ મેળવવાનો અધિકાર છે. આ કાયદા હેઠળ વિદેશી પ્રદાનની ઉપયોગિતા કે વિદેશી હોસ્પિટાલિટી ખાસ એસોસિયેશનો કે કંપનીઓ મેળવી શકે છે. ભારતમાં ચેરિટેબલ સંગઠનોને મળતું વિદેશી ફંડ આ કાયદાની હેઠળ આવે છે. ઋઈછઅ હેઠળ લગભગ 30 હજાર ગૠઘ રજિસ્ટર છે. તેઓ વિદેશી ફંડ મેળવવા પાત્ર છે. નાણાંકિય વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારે મળતા વિદેશી ફંડનું એક વિપરીત પાસું પણ છે. ગુજરાતમાં એવા પણ કેટલાક સંગઠનો છે, જેમાં ઋઈછઅનો દૂરુપયોગ કરાયો છે. તેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે અથવા તો ગુજરાતમાં ખોટી રીતે વિદેશી ફંડ લાવવા માટે પણ કરવામાં આવે છે. કેટલાક ચેરિટેબલ સંગઠનો આ માધ્યમનો ઉપયોગ સુગઠિત આંતરરાષ્ટ્રીય વ્હાઇટ કોલર ક્રાઇમના સ્વરૂપમાં ઉપયોગ કરે છે. જો કે તમામ શૈક્ષણિક ગૠઘને આ કેટેગરીમાં મૂકી શકાય નહીં, કેમકે અન્ય એવી કેટલીય એનજીઓ છે, જેને મળતાં વિદેશી ભંડોળથી ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં તેઓ અસરકારક સેવાકીય કાર્યવાહી કરી શકે છે.