ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજકોટ અગ્નિકાંડ,મોરબીકાંડ, હરણીકાંડ,તક્ષશિલા કાંડ, જસદણની પીડિતાના મુદ્દે કોંગ્રેસ આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આજે વિધાનસભા ગજવી હતી આજે ગૃહમાં વેલમાં ઘૂસી 10 મિનિટ સુધી પીડિતોને ન્યાય મળે તે અર્થે સરકાર ચર્ચા કરે તે બાબતે જોરદાર નારાબાજી કરી હતી.જો 10-15 મિનીટ સુધી આખુ ગજવ્યા બાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહની બહાર કાઢવાની સૂચના આપતા મેવાણીને બહાર ધકેલ્યા હતા. મેવાણીએ ગૃહમાં બેઠેલા રાજકોટ, મોરબી અને સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્યો અગ્નિકાંડ અને મોરબી કાંડ મુદ્દે મૌન બાબતે પણ પ્રહારો કર્યા હતા કે તમે તે વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને ત્યાંની જનતા એ વિધાનસભા મોકલ્યા છે ત્યારે તેઓનો અવાજ બની નિર્દોષ લોકોના જીવ મામલે ન્યાય અપાવવો જોઈએ.
- Advertisement -
આ સત્રમા કોંગ્રેસના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત ધારાસભ્યો આક્રમકતાથી અલગ અલગ મૂદે વિરોધોએ સમગ્ર ગુજરાતની જનતામા સબળ વિપક્ષની ભૂમિકા અંગે સકાત્મારક વિચારતા કરી દીધા છે.