ટેરિફ 2026થી લાગુ થશે: એક્સપર્ટ્સે કહ્યું-અમેરિકાને ખુશ કરવાનો પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મેક્સિકોની સંસદે બુધવારે એશિયન દેશો પર 50% સુધીનો ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ ટેરિફ એવા દેશો પર લગાવવામાં આવશે જેમની સાથે મેક્સિકોનો કોઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી. આ વર્ષ 2026થી લાગુ થશે.
આમાં મુખ્યત્વે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયા સામેલ છે. આ દેશો મેક્સિકોના કુલ આયાતનો મોટો હિસ્સો (2024માં 253.7 અબજ) કવર કરે છે, અને આનાથી વેપાર ખાધ 223 અબજ છે.
આ નવા કાયદા અનુસાર કાર, ઓટો પાર્ટ્સ, કપડાં-ટેક્સટાઇલ, પ્લાસ્ટિકના ઉત્પાદનો, સ્ટીલ અને બુટ-ચપ્પલ જેવા લગભગ 1,400 પ્રકારના સામાન મોંઘા થશે. મોટાભાગના પર 35 ટકા સુધી અને કેટલાક પર 50 ટકા સુધી ટેરિફ લાગશે.
એક્સપર્ટસનું માનવું છે કે આ પગલું 2026માં થનારી ઞજખઈઅ (અમેરિકા-મેક્સિકો-કેનેડા વેપાર કરાર)ની સમીક્ષા પહેલા અમેરિકાને ખુશ કરવાનો પ્રયાસ છે. કારણ કે અમેરિકા લાંબા સમયથી ચીનથી મેક્સિકોના રસ્તે આવતા સસ્તા માલસામાન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.
સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવાના ઉદ્દેશ્ર્યથી મેક્સિકોએ આ પગલું ભર્યું છે. જો કે, આ નિર્ણય પાછળના અન્ય કારણો પણ સામે આવ્યા છે.
અહેવાલ અનુસાર, આ ટેરિફ વધારો અમેરિકાને ખુશ કરવાના પ્રયાસરૂપે લેવામાં આવ્યો છે. મેક્સિકોએ અગાઉ પણ યુએસને ખુશ કરવા માટે ચીની માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. મેક્સિકો તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે આગામી વર્ષે આ ટેરિફ દ્વારા 3.76 અબજ ડોલરની વધારાની આવક ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જો કે, મેક્સિકન સેનેટે પ્રારંભિક પ્રસ્તાવ કરતાં ઓછી પ્રોડક્ટ કેટેગરી પર ટેરિફ લગાવ્યા છે. લગભગ 1400 આયાતી માલ પર ટેરિફ લાદતા આ બિલને અગાઉના સ્થગિત સંસ્કરણથી નરમ બનાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી જૂથોએ મેક્સિકોના આ ટેરિફ વધારાનો સખત વિરોધ કર્યો છે.
ચીન સરકાર, મેક્સિકોના મોટા વેપારી સંગઠનો અને વિપક્ષી દળો તેને ખોટું પગલું ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટેરિફ ખરેખર સામાન્ય ગ્રાહકો પર વધારાનો કર છે, જેનાથી રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થશે અને મોંઘવારી વધશે.



