ECની સૂચના છતાં બદલીઓ ન કરતાં લેવાયું પગલું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી કડક સંદેશ જાય છે કે લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તર પર કરવામાં આવશે.
- Advertisement -
ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે.
વર્ષ 1989 બેચના આઈએએસ પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળે છે પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
7 રાજ્યોમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે, તેમની પાસે સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીના કાર્યાલયમાં બેવડા ચાર્જ હતા, જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા, ખાસ કરીને કાનૂન વ્યવસ્થા સુરક્ષાબળની તહેનાતીને લઇને પણ સમાધાન કરી શકતા હતા.
મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના સંદર્ભમાં ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કર્યું ન હતું. જે 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -
અગાઉ 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી હતી. 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે.
લોકસભાની સાથે 4 રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.