ફોરેસ્ટ વિસ્તારમાં પાણીની તંગી અંગે એડવોકેટનો મુખ્યમંત્રીને પત્ર
મોટા ડેમોમાંથી કાંપ કાઢી લેવાય તો લાખો ક્યુસેક પાણીની બચત થશે
- Advertisement -
હાલ જંગલમાં 500 જેટલા પાણીના પોઇન્ટ ટેન્કર દ્વારા ભરાય છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ એક એવો જિલ્લો છે કે, જંગલ એરીયા ખુબ મોટા પ્રમાણ છે અને તે વન વિભાગ હસ્તક આવે છે. અને કોઈ પણ કામગીરી કરવી હોઈ તો ઊંચ લેવલે મંજૂરી મળે તો થાય છે ત્યારે જિલ્લામાં પાણીની બચત અને સ્ટોરેજ કેપેસીટી વધે તેના માટે સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને એવી માંગ કરી છે કે, જંગલ એરીયામાં આવતા મોટા ડેમો અને ચેકડેમોને સુજલામ સુફલામ યોજનામાં આવરી લેવામાં આવે અને તેમાંથી કાપ કાઢી નાખવામાં આવે તો લાખો ક્યુસેક પાણીની બચત થશે અને જંગલ પણ હરિયાળું બનશે તેની સાથે વન્ય પ્રાણીને પીવાના પાણીની તંગી નહિ રહે. અશ્વિન મણિયારે વધુ જણાવ્યું હતું કે, આજે ગીરનાર પ્રવત પર પાણીની તંગી છે. ત્યારે ગીરનાર જંગલ સહીત ભવનાથ વિસ્તાર આસપાસ અનેક ડેમ અને ચેકડેમ આવેલા છે ત્યારે તેને ઊંડા ઉતારવામાં આવે તો વરસાદી પાણીની સંગ્રહ શક્તિ વધશે બીજી એક વાત એ પણ કરી કે, પેહલા વન્ય પ્રાણી માટે 50 થી 100 પોઇન્ટ ઉપર પાણી ભરવામાં આવતું હતું આજે તેના જાણવા મુજબ 500 જેટલા પોઇન્ટ ઉપર ટેન્કરથી પાણી ભરવામાં આવે છે. આ સીધી વાત છે કે, જો જગંલ વિસ્તારના અનેક ડેમોમાં આજે કાપ ભરાઈ ગયો છે જેના લીધે પાણીની સંગ્રહ શક્તિ ઘટી છે. ત્યારે આ બાબતને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સરકાર જો સુજલામ સુફલામ યોજનામાં સમાવેશ કરીને ડેમો અને ચેકડેમોમાં રહેલ કાપ કાઢી લેવામાં આવે તો વન્ય પ્રાણી અને જંગલને ખુબ મોટો ફાયદો થશે. તાજેતરમાં અહેવાલો મુજબ જંગલ વીસ્તારમાં પ્રાણીઓને પીવા માટે 500 જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ખરેખર આશ્ચર્ય જનક બાબત છે. જયારે ભુતકાળમાં 50 થી 100 પોઈન્ટ હતા અત્યારે 500 પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી ઠાલવવામાં આવે છે. ત્યારે પ્રશ્ર્નો ઉભા થાય છે કે, વરસાદ ઉતરોતર વધી રહયો છે આ પાણીની સંગ્રહ શકિત માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પાસે પોતાનુ પી.ડબલ્યુ.ડી. તંત્ર છે કે કેમ ? તેમજ ચેકડેમો કેટલા છે ? તેમજ મોટા ડેમ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના અંડરમાં કેટલા છે? તેનો ચોકકસ આંકડો મેળવ્યા બાદ આ ચેક ડેમો તથા મોટા ડેપો માંથી કાપ ક્યારે કાઢવામાં આવ્યો? જો ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનો નીયમ હોય કે જંગલની માટી જંગલમાં રહેવી જોઈએ તો જંગલનુ પાણી જંગલમાં રહે તે માટે શું શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે જુનાગઢ દામોદર કુંડ પાછળનો ચેકડેમ ક્યારે સાફ કરવામાં આવ્યો ? ટબુડી વાવ પાસેનો ચેક ડેમ કયારે સાફ કરવામાં આવ્યો ? વીલીગ્ડન ડેમ છેલ્લે ક્યારે સાફ થયેલ હતો? હસનાપુર ડેમમાંથી છેલ્લે કયારે કાપ કાઢ વામાં આવ્યો? બારમાસી નદીઓ કેટલી ? અને તેની જાળવણી માટે શું પગલાઓ લેવામાં આવ્યા? નળપાણીની થોડી અને બોરદેવી નો નાનો ડેમ કયારે સાફ કરવામાં આવ્યો? શું સ્થાનીક ફોરેસ્ટ અધીકારીઓ પાસે આવા ચેકડેમો સાફ કરવાની પરવાનગી આપવાનો અધીકાર નથી ? કે બધી જ મંજુરીઓ ભોપાલથી લેવામાં આવે છે? જો ચેક ડેમો અને મોટા ડેમોમાંથી કાંપ કાઢવામાં આવે તો લાખો કયુસેક ફુટ પાણી તેમાં સમાઈ શકે અને તેના શીપેઝ વોટરથી આખુ જંગલ રળીયામણું બની જાય જે ડેમોમાં જે.સી.બી. ન ઉતરી શકે ત્યાં મનરેગા યોજનાનો લાભ આપવો જોઈએ અને જયાં જે.સી.બી. પહોંચી શકે ત્યાં સુજલામ-સુફલામ યોજનાથી કામ કરવું જોઈએ. જેથી જંગલના પશુઓની જાળવણી થઈ શકે. તેમજ આ 500 પોઈન્ટ પર જે ટાંકાથી પાણી પહોંચાડવું પડે છે તેનો ખર્ચ બચી જાય આ ઉપરાંત ઠાપ કાઢયા પછી પાણી ભરેલ રહેતા ડેમો અથવા ચેકડેમો પણ સોલાર પંપ મુકી પ્રાણીઓ માટે વ્યવસ્થા થઈ શકે. જેથી ખર્ચમાં પણ બચાવ થાય અને જરૂર પડયે સરકારી પી.ડબલ્યુ.ડી. ડીપાર્ટમેન્ટ ચેકડેમો બનાવવા અને અન્ય કામો માટે સ્થાનીક પી.ડબલ્યુ.ડી. ડીપાર્ટમેન્ટનો પણ સહયોગ લઈ શકાય.આમ આ અતી ઉપયોગી અને ગંભીર બાબતને ધ્યાને લઈ જંગલ વિસ્તારના ડેમો અને ચેકડેમો સુજલામ સુફલામ યોજના નીચે આવરી લેવામાં આવે તો પાણી બાબતમાં ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ સ્વાવલંબી બની જાય તેવા સવાલો સાથે એડવોકેટ અશ્વિન મણિયારે સીએમને પત્ર લખી ઘટતું કરવાની માંગ કરી છે.