ખાસ-ખબર સંવાદદાતા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ના લોકાર્પણ કાર્યક્રમનો ભવ્ય સમારોહ દીવની વણકબારા જેટી ખાતે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ પ્રશાસક પ્રફુલ્લ પટેલ જીનું વણકવારા જેટી ખાતે કાર્યક્રમના સ્થળ પાસે બેન્ડ બાજા અને પુષ્પગુચ્છ સાથે ભવ્ય અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ અને દીવના સાંસદ લાલુભાઈ પટેલ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજી ભીખાભાઈ, દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાઉન્સિલરો અને સભ્યો, વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ અને દિવના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય નાગરિકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દીવમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે લોકાર્પણ
