કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ – માળીયાહાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાનાં કાર્યાલયનું ઉદ્ધઘાટન આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકાર ના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં માળીયા હાટીના મતદારોને કામકાજમાં કોઈ અગવડતાના પડે અને ધારાસભ્ય કાર્યાલય ખાતે મળી શકે તેના માટે જીત્યા બાદ ટૂંક સમયમાં કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. ધારાસભ્યના કાર્યાલય ઉદઘાટનમાં હાજરી આપવા આવેલાં મંત્રી રાઘવજી પટેલને એપણ ખબર ન હતી કે આ માંગરોળનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાનાં કાર્યાલયનું ઉદ્દઘાટનછે જેથી તેઓએ પ્રથમ કહ્યું કે આજે ધારાસભ્ય દેવા માલમનાં કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું પરંતું પછી ખબર પડી કે આતો માંગરોળનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાનાં કાર્યાલયનું ઉદ્દઘાટન છે જયારે આ ધારાસભ્યનાં કાર્યાલયના ઉદઘાટનમાં સાંસદની ગેર હાજરી હોવાથી અનેક તર્કવિતર્ક શરૂ થયાછે જ્યારે આ સાંસદની ગેર હાજરીથી આની પાછળનું કારણ જુથવાદ કે પછી અન્ય કોઈ કારણ તેવા અનેક સવાલો ઉઠ્યા હતા.