રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન
ખાસ ખબર સંવાદદાતા
ગીર સોમનાથ એશિયાના સૌથી મોટા ઉત્સવોમાના એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન. પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શની નું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલ ગણના, શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના પુન: નિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યાર બાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે.
આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મપ્રસાદ અને રૂદ્રાક્ષની સાથે ઈ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.