ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ તરીકે પ્રભારી કુલપતિ ડો. લલિત કુમાર પટેલ, મુખ્ય અતિથિ તથા નિષ્ણાત તરીકે પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ડો. હર્ષદેવ માધવ, નિષ્ણાત તરીકે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય – નડિયાદના પ્રાચાર્ય અને પ્રસિદ્ધ કવિડો. અમૃતલાલ ભોગાયતા, કુલસચિવ ડો. દશરથ જાદવ તથા સંયોજક તરીકે મહાવિદ્યાલય પ્રાચાર્ય ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ ડો. હર્ષદેવ માધવે કાવ્ય નિર્માણની વિશેષતાઓ જણાવી, સ્વરચિત કાવ્યોનો આસ્વાદ કરાવ્યો હતો. કુલસચિવ ડો. દશરથ જાદવે ગુજરાતી કાવ્યોનો આસ્વાદ કરાવી આ વર્ગની આવશ્યકતા પ્રકટ કરી હતી. અધ્યક્ષ તરીકે પ્રભારી કુલપતિ ડો. લલિત કુમાર પટેલે કાવ્ય રચના માટેનાં આવશ્યક તત્વો વિષે વાત કરી અને આ કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી હતી. અંતે ડો. જીગર ભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પણ ડો. જીગર ભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં સંસ્કૃત કાવ્ય રચના માટે વિવિધ છંદો, નિયમો તથા કલ્પના વિશ્વ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યશાળામાં ગુજરાતની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એમ કુલ 70 જેટલાં વિદ્યાર્થીઓ લાભ મેળવશે. આ કાર્યશાળાના સંયોજક તરીકે પ્રાચાર્ય ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા કામગીરી કરે છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત કાવ્ય રચના કૌશલ અભ્યાસ વર્ગનું ઉદ્ઘાટન

You Might Also Like
Follow US
Find US on Social Medias