ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને દિવાળી પર્વે ખાસ આયોજિત સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાને મેયર ગીતાબેન પરમાર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ જુદી-જુદી કલાત્મક વસ્તુઓની જાણકારી મેળવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.
શહેરના એ.જી.હાઈસ્કૂલના મેદાનમાં દિવાળી હસ્તકલા મેળામાં રાજ્યભરની મહિલાઓ ભાગ લઈ રહી છે. તેમના દ્વારા હસ્તકલા, સુશોભન, હાથશાળ, માટીકલા વગેરે ઉત્પાદિત કલાત્મક વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન તા.26-10- થી તા. 1-11- સુધી કરવામાં આવશે. આમ,દિવાળીના પર્વે જૂનાગઢવાસીઓને હસ્તકળાની કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની તક પણ મળી રહેશે.