વાચ્છુ મુકામે ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કેન્દ્ર ખુલ્લું મુકાયું
આજ રોજ વાચ્છુ મુકામે દ્વારકા તાલુકાના ટેકાના ભાવની મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા આ કેન્દ્રને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કેન્દ્ર શરૂ થતાં દ્વારકા તાલુકાના ખેડૂતોને રાહત મળી છે.



