બે દિવસ પહેલાં દામોદર કુંડ પાસેની ટનલનું કામ ચાલતું હતું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શિવરાત્રિનાં મેળામાં પાજનાકાની ઘટના બાદ ભવનાથ જવાના માર્ગને પહોળો કરવામાં આવ્યો છે. માત્ર દામોદર કુંડ પાસે રસ્તો સાંકડો હતો. વિશેષ પ્રયાસ બાદ અહીં ટનલનું કામ કરવામાં આવ્યું છે. લાંબો સમય ટનલનું કામ બંધ રહ્યું હતું. શિવરાત્રિનો મેળો નજીક આવતાં કામ શરૂ થયું હતું. છેલ્લાં બે દિવસ સુધી ટનલનું કામ ચાલુ હતું. ટનલની બંને બાજુની સિમેન્ટની દીવાલ બનાવવામાં આવી રહી છે.
રવિવાર 20 ફેબ્રુઆરીની સ્થિતિએ ટનલ
- Advertisement -
મેળો નજીક આવી જતાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ અધુરી ટનલનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. સંપૂર્ણ રીતે તૈયાર ન થયેલી ટનલ મેળામાં આવતા ભાવિકો માટે જોખમી બની રહેશે. આ ટનલ નહીં પરંતુ ઘોર બેદરકારીનું ઉદ્ઘાટન કર્યું છે અને પાજનાકા જેવી ઘટનાને આમંત્રણ આપ્યું છે.