ખાસ-ખબર સંવાદદાતા
સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણના પંચસુત્રી સિધ્ધાંતોને વરેલી અને સમગ્ર દેશમાં 1500 થી વધુ શાખાઓ ધરાવતા ભારત વિકાસ પરિષદની સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની હળવદ શાખાનો શુભારંભનો કાર્યક્રમ નિલકંઠ મહાદેવના સાનિધ્યમાં રાણેકપર ખાતે યોજાયો હતો જેમાં પૂ. સહજાનંદગીરીજી મહારાજ, પૂ. દિપકદાસજી ભારત વિકાસ પરિષદના રીજીયન જોઈન્ટ સેક્રેટરી, રીજીયન સેક્રેટરી, પ્રાંત પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ દેથરીયા, મંત્રી તરીકે પરેશભાઈ અનડકટ, ખજાનચી તરીકે નરેન્દ્રસિંહ રાણા તથા મહિલા સંયોજીકા તરીકે પુષ્પાબેન રાઠોડની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તમામ આગેવાનોએ નવી ટીમની વરણીને આવકારી આગામી દિવસોમાં રાષ્ટ્ર ભાવ સાથે સેવાના ઉદેશ્યોને સાર્થક કરવા શપથ લિધી હતી. આ અવસરે મોરબીથી ડો. પનારા, હિંમતભાઈ તથા દિલિપભાઈ, રાજકોટથી બકુલભાઈ અને ભરતભાઈ તથા સુરેન્દ્રનગરથી તેજબહાદુરસિંહ, અશોકભાઈ, રાજેન્દ્રસિંહ, કિશનભાઈ તથા સ્થાનિક અગ્રણીઓ ડો. સી. ટી. પટેલ, ડો. વડાવિયા, દેવેનભાઈ ગઢીયા, તપનભાઈ દવે, શંકરભાઈ પરેચા સહિતના સ્થાનિક અગ્રણીઓ સહપરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું.