ભાજપે લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું
ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત દેશમાં ભાજપના સૌપ્રથમ લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે. તેમજ નડ્ડાએ અમિત શાહે ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલયનું પણ ઉદ્ધાટન કર્યું છે. સાથે ગુજરાતની અન્ય 25 બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું છે.
ગુજરાતની 25 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયના ઉદ્ધાટનમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં સાથે 26 લોકસભા સીટના ભાજપના કાર્યાલયોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, બોલો જય શ્રીરામ…જય જય શ્રીરામ… લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠક માટે તમામ જગ્યાએ કાર્યાલયના શ્રીગણેશ કર્યા છે. 2024ની ચૂંટણી માટે લોકસભા કાર્યાલયની વ્યવસ્થા બનાવી છે. જેમાં 26 સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને એટલે અભિનંદન કેમ કે, લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કાર્યાલય ખોલવામાં આવ્યા છે. ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઈન્ડિયા ફર્સ્ટ.