ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના વર્ષ 2024-25ના નવા સુકાની રોટેરિયન જયદીપ વાઢેર અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ તથા ફર્સ્ટ લેડી નેહલ શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન તુષાર શાહે વર્ષ 2024-25 માટે પ્રેસિડેન્ટ રો.જયદીપ વાઢેરને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના 38માં પ્રેસિડેન્ટ તરીકે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા. રો.નિલેશ ભોજાણીએ રો.જયદીપ વાઢેરને રોટરી કોલર પહેરાવીને નવા સુકાની તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રોટરી વર્ષ 2024-25ના સેક્રેટરી તરીકે રોટેરિયન આશિષ જોશીની શપથવિધિ કરાવવામાં આવી, ત્યાર બાદ વર્ષ 2024-25ના સમગ્ર બોર્ડ મેમ્બર્સની શપથવિધિ કરવામાં આવી હતી.
- Advertisement -
રોટરી વર્ષ 2024-25માં ત્રણ નવા મેમ્બર્સ સર્વિસ એબોવ સેલ્ફના મોટો સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાં જોડાયા હતા. જેમની શપથવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ડીસ્ટ્રીક્ટ 3060 ડીસ્ટ્રીક્ટ ડીગ્નીટરીઝ તથા આસિસ્ટન્ટ ગવર્નર રો.ચંદ્રેશ મનવાણી, શહેરની અન્ય રોટરી ક્લબના પ્રેસિડેન્ટ-સેક્રેટરી તથા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ સહિત શહેરના ગણમાન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પદગ્રહણ સમારોહને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના તમામ મેમ્બર્સે ભારે જહેમત ઉઠાવી હતી.