ખાણીપીણી, સોવેનિયર, રાચરચીલું, ટ્રાવેલ બુકિંગ, સહિતની સુવિધાઓ માટેનું એકમાત્ર સ્થાન બનશે સ્વદેશી હાટ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
સરકારના GUDM વિભાગની ગ્રાન્ટમાંથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નગરપાલિકાના સહયોગ સાથે સોમનાથ ટ્રસ્ટની રામવાડી ખાતે નિર્મિત ક્ધટેનર હાટનું ટ્રસ્ટના માન.ટ્રસ્ટી પી.કે લહેરી સાહેબના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિવિધાન સહિત મંત્રોચ્ચાર સાથે માન.ટ્રસ્ટીશ્રી અને ટ્રસ્ટ પરિવાર અને હાટના દુકાનદારોને પૂજા કરાવવામાં આવી હતી. શ્રીફળ વધેરીને પુષ્પવર્ષા સાથે સોમનાથ સ્વદેશી હાટનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્વદેશી હાટમાં કુલ 372 શોપ છે. વિશાળ વિસ્તાર, વૃક્ષો અને તમામ સુવિધાઓથી સંપન્ન આ હાટમાં ટ્રસ્ટના હાલના શોપિંગ સેન્ટરના દુકાનદારોને તેમજ મંદિર પાસેના રસ્તાઓ પર બેસી વેચાણ કરતા જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા નિયત યાદી મુજબ પુન: સ્થાપિત કરી નિયત કમિટી દ્વારા રામવાડીમાં શોપ ફાળવવામાં આવી છે. ભવિષ્યમાં સોમનાથ આવનાર યાત્રીઓ માટે આ એક જ વિશાળ સ્થાન પર દરેક પ્રકારની સુવિધાઓ મળી રહેશે જેથી આ એક મોટું વ્યાપાર કેન્દ્ર બનીને ઉભરશે.
- Advertisement -



