શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા જુમ્મો ઉર્ફે અનવર શેખના 80 ચોરસ મીટરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
- Advertisement -
મોરબી જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં માથાભારે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, વાંકાનેર સિટી પોલીસ, નગરપાલિકા અને મામલતદારની સંયુક્ત ટીમે શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા એક ઈસમનું સરકારી જમીન પરનું દબાણ હટાવી દીધું છે.
વાંકાનેરના ચંદ્રપુર નાલા પાસે રહેતા જુમ્મો ઉર્ફે અનવર કાળું શેખ નામના ઇસમે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર દ્વારા આ અસામાજિક તત્વે કરેલું 80 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ હટાવવામાં આવ્યું હતું. આશરે 10 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, માથાભારે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.



