રાજ્ય સરકારની કડકાઇને પગલે ખાનગી શાળાઓના સંચાલકોએ લીધો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા છે. રાજ્ય સરકાર રાજકોટમાં ચાલતી ફાયર સેફટી અને રાજ્ય સરકારના નિયમો વિરૂધ્ધ કરેલી કાર્યવાહી સામે પણ હવે લાલ આંખ કરી છે. જ્યાં વિદ્યાર્થીઓ તેનું ભાવિનું ઘડતર કરતા હોય તે શાળાઓમાં પણ કડક હાથે નિયમોનુસાર કામ કરવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે અને જરૂરી પરિપત્ર પણ થઇ રહ્યા છે.
રાજકોટના ખાનગી શાળાના સંચાલકો તેમની મનમાની કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ખૂબ જાણીતા થયા છે. વેકેશનમાં પણ શિક્ષણકાર્ય રાજ્ય સરકારની નિયમ વિરૂધ્ધ ચાલુ કરવું, ફાયર સેફટી કે અન્ય કોઇપણ નિયમોનું ચુસ્તપાલન પણ ન થતું હોવાનું ફરિયાદો ઉઠી છે. રાજ્ય સરકારના કડક વલણથી ફફડી ઉઠેલા ખાનગી શાળા સંચાલકોએ રિતસરની શરણાગતી સ્વીકારી હોય તેમ આજ સવારથી જ ખાનગી શાળાઓમાં ચાલતુ ધો. 10, 11 અને 12ના વર્ગો વેકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા જાહેર કરી છે. શાળા સંચાલકો હવે જાતે જ ગેરકાયદેસર બાંધકામ તેમજ ફાયર સેફટીના સાધનો વસાવવા દોડધામ કરી રહ્યા છે.
ખાસ-ખબરમાં પ્રકાશિત અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું
ગુરુવારે સ્કૂલો-ક્લાસીસો સહિત જિમ, પેટ્રોલપંપો 43 એકમ સીલ કરાયા
- Advertisement -
ક્ષ સ્કૂલો-ક્લાસીસો પર તંત્ર તવાઈ નહીં બોલાવે તો કોંગ્રેસ ગેરકાયદે ડોમ તોડી પાડવાની ચિમકી ઉચ્ચારી હતી
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટની સ્કૂલો, ક્લાસીસો અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જાનમાલની સુરક્ષાને ધ્યાને રાખી અગ્નિકાંડના બીજે જ દિવસે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અનેક સ્કૂલો, ક્લાસીસોમાં ગેરકાયદેસર અને જોખમી ડોમના પુરાવાઓરૂપી ફોટો મીડિયામાં જાહેર કરી તંત્રને ઉઘાડૂં પાડ્યું હતું અને સ્કૂલો ફાયર સેફ્ટીના એનઓસી વગરની ધમધમવાનો આક્ષેપ મીડિયામાં કર્યો હતો અને વહિવટી તંત્રને આ અંગે કડક કાર્યવાહી કરવા અંગે 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ અન્યથા કોંગ્રેસ બુલડોઝર ફેરવશે તેવી ચીમ્મકી ઉચ્ચારી હતી. રજૂઆત બાદ ગઈકાલે જ રાજકોટ કલેક્ટર દ્વારા સ્કૂલો-ક્લાસીસોના ગેરકાયદે અને જોખમી ડોમો તોડી પાડવા આદેશ આપ્યા બાદ આજે મહાપાલિકાએ અલગ અલગ ટીમો ફિલ્ડમા ઉતારી દીધી હતી. પહેલા દિવસે સવારમાં જ ફાયર એનઓસી વગર ધમધમતી 15 થી વધુ સ્કૂલો, ક્લાસીસોને સીલ મારી હતી અને હજુ આવનાર સમયમા અનેક મોતના આડેધડ માંચડાઓ ખડકી દેનાર સ્કૂલો-ક્લાસીસોમા સીલ મારી તંત્ર ધોસ બોલાવશે તે સ્પષ્ટ છે.