છાત્રોને દોઢ દિવસનો વિકલી ઓફ આપવો પડશે : છાત્રોનું માનસિક દબાણ ઘટાડવાની જવાબદારી કોચીંગ સેન્ટરની રહેશે
દેશના કોચીંગ હબ મનાતા કોટામાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા બનાવોથી રાજસ્થાન સરકાર સફાળી જાગી છે અને રાજસ્થાન સરકારે દિશાનિર્દેશ-ગાઇડલાઇન જાહેર કર્યા છે. જે અંતર્ગત 9 ધોરણ પહેલાના વિદ્યાર્થીઓને કોચીંગ સંસ્થામાં એન્ટ્રી નહીં આપવામાં આવે વિદ્યાર્થીના માનસિક દબાણને ઘટાડવાની જવાબદારી સંસ્થાની રહેશે.
- Advertisement -
રાજસ્થાન સરકારે કોટા સહિત રાજયના અનેક શહેરોમાં ચાલી રહેલા કોચીંગ સેન્ટરોને રેગ્યુલર કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તે મુજબ વિદ્યાર્થીને દોઢ દિવસનો વિકલી ઓફ આપવો અને બાળકો અને ટીચરોના પ્રમાણ (રેશીયો) ખરૂ રાખવું સામેલ છે. રાજય સરકારે આ બારામાં શિક્ષણ સચિવ ભવાનીસિંહ દેથાની અધ્યક્ષતામાં 15 રાજયોની કમીટી બનાવવામાં આવી હતી. તેના કેટલાક દિવસો બાદ 9 પેજના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
કમીટીની રચના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચીંગ સંસ્થાનોના કેન્દ્ર કોટા શહેરમાં વિદ્યાર્થીની આત્મહત્યાના વધેલા કિસ્સા બાદ કોચીંગ સંસ્થાનો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે પરામર્શ બાદ કરાઇ હતી. આ માર્ગદર્શિકામાં એએસમેન્ટ રિઝલ્ટ જાહેર નહીં કરવા અને દેખરેખ વ્યવસ્થાને 24 કલાક સુચારૂ રીતે ચલાવવાના નિર્દેશ અપાયા છે. ઉપરાંત સંસ્થાનો તરફથી રિફંડ પોલીસી અપનાવવા પર પણ જોર આપવામાં આવ્યું છે. કાઉન્સેલીંગ અને ટ્રેનીંગ સંબંધિત ગાઇડલાઇન પણ જાહેર કરાઇ છે.