ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પૂવે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો મત વિસ્તાર અને કેન્દ્રમાં રહેલી સરકારમાં સતત ત્રીજી વખત પક્ષના સાંસદ આપનાર વિસાવદરના રસ્તાઓ મસમોટા ભ્રષ્ટાચારના પર્યાય સમા છે. મુખ્ય રસ્તાઓ પર ખાડાઓની વચ્ચે વચ્ચે ક્યાંક રોડ દેખાય છે.અને સરદારની પ્રતિમા પણ આજે એમ કહી રહી છે કે આ દેશના ટુકડાઓ થતાં બચાવ્યા પણ આ રોડના ટુકડાઓ માટે કોણ જવાબદાર ચોક છે ? પી.ડબ્લ્યુ.ડી. અને નગરપાલિકા બંને એકબીજાના હદમાં રોડ આવે છે એવી જવાબદારીની ખોખોની રમત રમી રહ્યા છે.
- Advertisement -
રસ્તાઓ બત્તર થતા લોકોની હાડમારી એવી છે કે અકસ્માતો થતા જાય છે.પણ રાજકીય નેતાગીરીના પેટનુ પાણી હલતું નથી તો વિપક્ષમાં બેઠેલાને પણ ટુકડો મળી ગયો લાગે છે.એટલે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કરેલ છે.બસ સ્ટેશન રોડ પર રણોત્સવમાં રણમાં વાહન ચલાવતા હોય એવું લાગે છે.થોડા સમય પહેલા રસ્તા પર વૃક્ષારોપણ કરીને સંતોષ માનતા ખોટી પ્રસિધ્ધી મેળવવા વાળા કેમ રોડ રસ્તાઓ માટે ઉપવાસ ઉપર ઉતરતા નથી અને આમ જનતાનો મસમોટો પ્રશ્ર્ન દેખાતો નથી.કચેરીઓના અધિકારીઓ પણ આ રસ્તાઓ જોઈને ચૂપચાપ બેસી તમાશો જોતા હોય એવું લાગે છે.પેશ કદમી વખતે બણગાં ફૂકતા ફૂંકતા સામાન્ય પ્રજાને દબાવતા જે.સી.બી. ચલાવતા અધિકારીઓ ક્યાં ખોવાઈ ગયા છે. પ્રજાની પરેશાનીમાં ચૂપ રહેતા અધિકારીઓ અને પદાધિકારીઓને આવા ખાડામાં ચલાવવાની જરુર છે.